Bhavnagar News: ભાવનગરના મોખડાજી સર્કલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC Raid)ની રેડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશન (Ghogha Road Police Station)થી માત્ર 100 મીટર દૂર બાંભણીયા કારખાના નજીક કારમાંથી દારૂ મળી આવ્યો હતો. રૂ. 9.10 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે.
SMC Raid : રૂ. 14.15 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
SMCએ રૂ. 14.15 લાખના મુદ્દામાલ સાથે હેમુ ચૌહાણ અને મહેશ બારૈયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓમાં અર્જુન મકવાણા સહિત ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી છે. SMCએ ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ ઘોઘારોડ પોલીસને સોંપ્યા છે. ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરના ધૂડશિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશનો શ્રમિક પકડાયો
આ પણ વાંચો: રાજકોટમાં RMC આવાસના ક્વાર્ટરમાંથી રૂ. 15.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાર શખ્સ પકડાયા
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઇવે પરના ગોડાઉનમાંથી 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત, એકની ધરપકડ
