ગુજરાત/ સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી. તાજેતરમાં એક તબીબ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાની ઘટનાથી સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 13T123508.032 સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી. સ્મીમેર હોસ્પિટલ અને વિવાદ એકસિક્કાની બે બાજુ બની ગયા છે. હોસ્પિટલમાં અસુવિધાને કારણે તો કેટલીક વખત રેસીડેન્ટ ડોક્ટરો વચ્ચે થયેલ બબાલના કારણે સ્મીમેર હોસ્પિટલ વિવાદોમાં રહી છે. તાજેતરમાં એક તબીબ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાની ઘટનાથી સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ડીન દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે તબીબની પોલ ખુલી પડી. ચેકિંદ દરમ્યાન તબીબ દારુ પીધેલ હાલતમાં હોવાનું સામે આવ્યું.

હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગમાં તબીબોની નિમણૂંક કરાતી હોય છે. તબીબો પોતાની પ્રેકટિસ દરમ્યાન હોસ્પિટલના ક્વાર્ટસમાં રહે છે. અવાર-નવાર હોસ્પિટલમાં ડીન દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં ડીન દ્વારા અચાનક ચેકિંગ કરાયું ત્યારે ફોરેન્સીક વિભાગનો તબીબ હોસ્ટેલમાંથી નશાની હાલતમાં પકડાયો. તબીબ પી.જી. હોસ્ટેલમાં રૂમમાંથી પીધેલો ઝડપાયો. તબીબ દ્વારા પ્રતિબંધિત દારૂનું સેવન કરાયાનું સામે આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તબીબનું નામ ડૉ. મ્રુગેંદ્રસીંહ નલવાયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા ડો. મુગેંદ્રસિંહ દારૂ પીધેલ હાલતમાં ઝડપાતા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

સ્મીમેર હોસ્પિટલમાં હજુ હમણાં જ એક તબીબ દ્વારા થાઈ ગર્લ બોલાવી હોવાનો વિવાદ સામે આવ્યો હતો. એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. જો કે હોસ્ટેલના રૂમમાં થાઈ હસીના સાથે મજા માણે તે પહેલા જ ડોક્ટર અને થાઈ ગર્લ વચ્ચે ઝગડો થયો હતો. થાઈ ગર્લને ડોકટરે લાફો મારતા જ ખુલ્લેઆમ ડોક્ટરની ફજેતી થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેના અગાઉ 10 મહિના પહેલા પણ સ્મીમેર હોસ્પિટલ મારામારીની ઘટનાને લઈને વિવાદમાં આવી હતી. હોસ્પિટલના એક ડોક્ટરને દોડાવીને માર મારવાની ઘટના ઉપરાંત એક ડોક્ટર દ્વારા બીજા ડોક્ટર ઉપર હુમલો કરવાની ઘટના બનવા પામી હતી. તાજેતરમાં નશામાં ધૂત તબીબ ઝડપાતા હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં