Women's One Day Rankings/ ICC મહિલા ODI રેન્કિંગમાં સ્મૃતિ મંધાના 8મા ક્રમે, ઝુલનને કરવો પડ્યો હારનો સામનો

ICCએ મંગળવારે મહિલા ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડરની યાદી સામેલ છે, ભારતની સ્મૃતિ મંધાના બેટ્સમેનોની યાદીમાં આઠમા સ્થાને છે

Top Stories Sports
1 197 ICC મહિલા ODI રેન્કિંગમાં સ્મૃતિ મંધાના 8મા ક્રમે, ઝુલનને કરવો પડ્યો હારનો સામનો

ICCએ મંગળવારે મહિલા ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડરની યાદી સામેલ છે. ભારતની સ્મૃતિ મંધાના બેટ્સમેનોની યાદીમાં આઠમા સ્થાને છે, જ્યારે ઝુલન ગોસ્વામીને બોલિંગ રેન્કિંગમાં નુકસાન થયું છે, તેમનું સ્થાન પહેલા કરતા એક સ્થાન નીચે થયુ છે.

આ વર્ષે 9 વનડેમાં સ્મૃતિ મંધાનાએ 411 રન બનાવ્યા છે, તે ટોપ 10માં એકમાત્ર ભારતીય છે. આ પહેલા તેમણે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સદી ફટકારી હતી. ઉલ્લેથનીય છે કે બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની એલિસ હીલી નંબર વન પર છે, જ્યારે ઈંગ્લેન્ડની નતાલી સાયવર બીજા નંબરે છે.

જયારે ભારતની ઝુલન ગોસ્વામી બોલિંગ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવીને હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. તેણે આ વર્ષે 9 વનડેમાં 12 વિકેટ ઝડપી છે. આ યાદીમાં તે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર અયાબોંગા ખાકાથી 2 સ્થાન આગળ નીકળી ગયો છે. આયબોંગા ખાકાએ આયર્લેન્ડ સામે તેની ટીમના ક્લીન સ્વીપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન પ્રથમ અને દક્ષિણ આફ્રિકાની જેન જોનાસેન બીજા સ્થાને છે. આ સાથે જ ઓલરાઉન્ડરોની યાદીમાં ભારતની દીપ્તિ શર્મા સાતમા સ્થાને યથાવત છે.