Not Set/ જામનગર/ સેન્ટ્રલ બેંકમાં ત્રાટક્યા તસ્કરો

જામનગર નજીક નાઘેડી ગામમાં લાખાબાવળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રે બે વાગ્યાની આસપાસ તસ્કરોએ બેંકના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.  અને બાદમાં બાજુમાં રહેલા ATMમાં પણ કટર જેવા ધારદાર હથિયાર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બેન્કમાં રહેલા CCTVમાં આ […]

Gujarat Others
jmn જામનગર/ સેન્ટ્રલ બેંકમાં ત્રાટક્યા તસ્કરો

જામનગર નજીક નાઘેડી ગામમાં લાખાબાવળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રે બે વાગ્યાની આસપાસ તસ્કરોએ બેંકના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.  અને બાદમાં બાજુમાં રહેલા ATMમાં પણ કટર જેવા ધારદાર હથિયાર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે બેન્કમાં રહેલા CCTVમાં આ તસ્કરો આવી ગયા છે અને ત્યાંથી નાસી છૂટયા હતા ગ્રામજનોને સાયરનનો અવાજ આવતા ગ્રામજનો પણ બેંકે પહોંચ્યા હતા અને રાત્રીના સમયે નાસભાગ મચી હતી. મહત્વનું છે કે, આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 15 થી વધુ ચોરીની ઘટનાઓ બની છે. છતાં પણ પોલીસ દ્વારા અહીં  રાત્રી  પેટ્રોલીંગ કરવામાં આવતું નથી કે ન તો આ ચોર ઉપર કોઈ લગામ લગાવવામાં આવી રહી છે. જેના કારણે તસ્કરો અવારનવાર આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.