Not Set/ દાણચોરી/ અજમાવવામાં આવી રહ્યા છે આવા અજબ ગજબ નુસખા, તમે પણ થઇ જશો વિચારતા

દેશમાં  સોનાની દાણચોરીના પ્રમાણમાં દિવસે દુગનો, રાત ચોગુનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે. અને વિપુલ પ્રમાણમાં દેણચારો વિદેશથી સોનાની તસ્કરી કરવામાં લાગી ગયા છે. તમામ વસ્તુંઓ વચ્ચે સોનાની દાણચોરી કરવા માટે દેણચોરો દ્વારા હરેક વખતે નવા નવા નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. આ નુસખા એટલા તો અજબ ગજબ હોય છે કે તમામને ચોકાંવી દે. દાણચોરો […]

India
gold 2 દાણચોરી/ અજમાવવામાં આવી રહ્યા છે આવા અજબ ગજબ નુસખા, તમે પણ થઇ જશો વિચારતા

દેશમાં  સોનાની દાણચોરીના પ્રમાણમાં દિવસે દુગનો, રાત ચોગુનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે. અને વિપુલ પ્રમાણમાં દેણચારો વિદેશથી સોનાની તસ્કરી કરવામાં લાગી ગયા છે. તમામ વસ્તુંઓ વચ્ચે સોનાની દાણચોરી કરવા માટે દેણચોરો દ્વારા હરેક વખતે નવા નવા નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. આ નુસખા એટલા તો અજબ ગજબ હોય છે કે તમામને ચોકાંવી દે.

દાણચોરો ક્યારેક મળમાર્ગમાં સોનુ છુપાવે છે, તો ક્યારેક કોઇ સામાનમાં એંદર એવી કારી ગરી કરીને સોનું છુપાવે છે કે હેરત પમાડી જોય છે. અને ફરી આવો જ એક વિચીત્ર સોનાંની તસ્કરીનો મામલો સામે આવી રહ્યો છે. હૈદરાબાદમાં એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 14 ઓક્ટોબરે શારજાહથી હૈદરાબાદ આવી પહોંચેલા એક મુસાફરોને પકડી પાડ્યો હતો.

અધિકારી દ્વારા  તપાસમાં જાણવા મળ્યું કે, મુસાફર કસ્ટમાઇઝ્ડ જીન્સ પહેરેલો હતો. આ કસ્ટમાઇઝ્ડ જીન્સ એવું તે સ્પેશીયલ ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, જેમાં સોનું છુપાયેલું હતું. 24,61,621 રૂપિયાની કિંમતનું 652.95 ગ્રામ વજનનું સોનું હૈદરાબાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા મુસાફરનાં કસ્ટમાઇઝ્ડ જીન્સમાંથી જપ્ત કરવામાં આવ્યું છે

આપને જણાવી દઇએ કે, ગુજરાત સહિત દેશનાં તમામ રાજ્યોમાં હાલનાં સમયે સોનાંની તસ્કરીનું પ્રમાણ ખુબ ઉંચુ જોવામાં આવી રહ્યું છે. અને છાસવારે કોઇને કોઇ જગ્યાએથી એજન્સી દ્રારા સોનાંનો મોટો જથ્થો પકડી પડવામાં આવે છે. આમ જો એક તર્ક મુજબ જોવામાં આવે તો પકડાઇ રહેલા સોનાં પરથી સોનાંની તસ્કરીની ફ્રિક્વન્સી અને માત્રાને ધ્યાનમાં રાખતે કહી શકાય કે દેશમાં પકડાતી સોનાં કરતા છટકી જતા સોનાંનું પ્રમાણ ખુબ ઉંચું હશે. કારણ કે આટલું સોનું પકડાઇ જતું હોવા છતા પણ આ માત્રા વધતી જાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.