મોત/ ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે

સચિન પિઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ   ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે   – ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં બની કરુણ ઘટના   – એક જ ઘરના 2 ભાઈ બહેનને કરડ્યો ઝેરી સર્પ   – 9 વર્ષની કિંજલ દવાખાને પહોંચે […]

Gujarat
IMG 20210622 WA0058 ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે

સચિન પિઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ

 

ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે

 

– ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં બની કરુણ ઘટના

 

– એક જ ઘરના 2 ભાઈ બહેનને કરડ્યો ઝેરી સર્પ

 

– 9 વર્ષની કિંજલ દવાખાને પહોંચે એ પહેલા જ જીવ છોડ્યો

 

– 11 વર્ષનો ઉમંગ દવાખાનામાં જીવન માટે કરી રહ્યો છે સંઘર્ષ

 

– માં-બાપ વગરના ભાઈ-બહેન ઉપર કુદરતની કરુણ ઠોકર

 

ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે આજે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો હતો. આ ઘટનામાં 9 વર્ષની બહેનનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે.

IMG 20210622 WA0059 ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે

છેલ્લા બે ત્રણ દિવસથી ધ્રાંગધ્રા પથંકમાં વરસાદી ઝાપટા વચ્ચે બફારાનું વાતાવરણ રહે છે. ત્યારે આજે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના અને પોતાના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડવાની ગોઝારી ઘટના બનવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં એના પરિવારજનો અને પાડોશીઓ દ્વારા બંને ભાઇ-બહેનોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં 9 વર્ષની બહેન કિંજલનું હોસ્પિટલે પહોંચે એ પહેલા જ રસ્તામાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ ઉમંગ પણ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે. મા-બાપ વગરના ભાઇ-બહેન પર કુદરતની કરૂણ ઠોકરથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા. આ અંગે એમના દાદીએ રોકકળ અને આક્રંદ સાથે જણાવ્યું કે, બંનેને કોઇ ઝેરી જાનવર કરડતા બંને જણાએ પેટમાં દુ:ખાવાની ફરીયાદ કરતા બંનેને દવાખાને લઇ જવાયા હતા. જેમાં બાળકી મોતને ભેંટી છે અને બાળક દવાખાનામાં છે. ડોક્ટરના જણાવ્યાંનુસાર ઝેરી સાપ કરડવાના લીધે આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતુ.