દેશમાં અત્યાર સુધી રસીના 161 કરોડથી વધુ રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે રસીકરણની ગતિ વધારી દીધી છે. અને આ ગતિ એટલી તેજ છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 67 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું છે.
આ પણ વાંચો:કોરોનાની અસર / માસ્ક ન પહેર્યુ તો હવે સમજો આવી જ બન્યુ, થશે 1 હજારનો દંડ
મહત્વનુ છે કે દેશમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. કોવિડ -19 ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 71.34 કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,60,954 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:કોરોના સંક્રમિત / ગુજરાતના બે સિંગર કોરોનાની ચપેટમાં, રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ થયા સંક્રમિત
શનિવારે દેશમાં કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.43 ટકા છે.જ્યારે રિકવરી રેટ 93.31 ટકા પર પહોંચ્યો છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ આંકડો 3,63,01,482 પર પહોંચ્યો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં 10,050 કેસ મળી આવ્યા છે, જેમાં સોમવારની સરખામણીમાં 3.69 ટકાનો વધારો થયો છે.
