સંભાળ/ સ્ક્રીનના ગંભીર રોગોથી બચવા માટે આટલી સંભાળ જરૂરી છે

ચામડી રોગો માં રક્તવિકાર કે લોહીનાં બગાડ કારણભૂત માનવામાં આવે છે. દાદર, ખરજવું, ગરમીવાળા વાતાવરણમાં અળાઈઓ વગેરે ચામડી નાં રોગો છે

Health & Fitness Lifestyle
skin સ્ક્રીનના ગંભીર રોગોથી બચવા માટે આટલી સંભાળ જરૂરી છે

ડૉક્ટર જાહનવી બેન ભટ્ટ
9428598098

સ્કીન માં થતા વિવિધ રોગો માનવી ને અતિપરેશાન કરી મૂકે છે. શરીર ઉપર આવતી ખંજવાળ ઘણીવાર બેચેન બનાવી દેતી હોય છે. અને તેને માટે લેવાતી દવાઓ માં કેટલીક દવાઓ નવા ગંભીર રોગો ને આમંત્રણ આપતી હોય છે. ચામડી નું જતન કરવાથી અનેં તેનેં સ્વચ્છ રાખવાથી તેની ઉપરનાં છિદ્રો ખુલ્લાં રહે છે, તેથી પરસેવા વાટે શરીરનો લોહીમાંથી આવતો કચરો સહેલાઇ થી બહાર નીકળી જાય છે અને બીજી બીમારીઓ પણ અટકી શકે છે. તેથી શરીરની ચામડી ને શુષ્ક પણ થવા ન દેવી શિયાળા માં તેની પર મેલ ન જામવા દેવો, અને ધૂળ – ધુમાડા નાં સંપર્ક માં આવવાનું બને ત્યારે ચામડી ની માવજત અવશ્ય કરી લેવી જોઈએ. ગરમી ના દિવસો માં તો ઠંડા પાણી થી હાથ – પગ – મોઢું દિવસ માં બે -ચાર વખત ધોવું જોઈએ.

મોટાભાગ નાં ચામડી રોગો માં રક્તવિકાર કે લોહીનાં બગાડ કારણભૂત માનવામાં આવે છે. દાદર, ખરજવું, ગરમીવાળા વાતાવરણ માં પીઠ પર થતી અળાઈ ઓ વગેરે ચામડી નાં રોગો માનવમાં આવેલા છે, ચર્મગત વિકારો મોટા ભાગે આહાર-વિહાર માં અસાવધાની રાખવાથી, વિરુધ્ધ આહાર નું નિરંતર સેવન કરવાથી, દૂધ સાથે લવણ લેવાથી, ખાટાં ફળો દૂધ સાથે લેવાથી વગેરે કારણો થી થતાં જોવા મળે છે.

ચામડી ના વિકારો માં ઔષધિ ની સાથે સાથે પરેજી રાખવી પણ ખુબ આવશ્યક છે – ચામડીના વિકારવાળા દર્દીઓ એ ખાટા-ખારા, તીખા પદાર્થ, દૂધ, દહીં, ગોળ, તલ,અડદ. ભારે ભોજન વગેરે નોં ત્યાગ કરવો જોઈએ.

ચર્મરોગ વિકારો માં નિષ્ણાંત વૈદ્ય ની સલાહ મુજબ ગંધક રસાયણ, આરોગ્યવર્ધિની વટી, કૈસો, ગુગળ, મહામંજિષઠાદિ ક્વાથ, ખદીરાસવ વગેરે ઔષધો રોગ અને રોગીની પ્રકૃતિ મુજબ લેવા જોઈએ. આહાર માં ઘઉં, ચોખા. જુના જવ, સામો, જુના ધાન્ય, મગ, મસૂર, કાળીદ્રાક્ષ વગેરે લેવું, કબજિયાત ન રહે તેનું ખાસ દયાન રાખવું. જો કબજિયાત રહેતી હોય તો મૃદ્દ વિરેચન લઈ કોઠો સાફ કરી પછી જ ઔષધોપચાર શરૂ કરવો.

ચામડી ફીકી પડી ગઈ હોય તો, તલ નાં તેલ નેં સહેજ ગરમ કરી માલિશ કરવાથી થોડા દિવસ માં ચામડી ચમકતી અને ફીકાશરહિત થાય છે. સ્નાન કરવા નાં પાણી માં ગરમ કે ઠંદુ જે વાપરતા હોય તેમાં લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવું તેથી સ્કીન ચમકીલી અનેં સુંવાળી બને છે. ગ્લીસરીન, લીંબુ નો રસ અનેં ગુલાબજળ સરખેભાગે લઈ મિશ્રણ બનાવવું અનેં કાચની બોટલ માં ભરી રાખવું. આ મિશ્રણ થી માલિશ કરવાથી સ્કીન પર જમેલો મેલ સાફ થાય છે. પડેલા ચીરા પણ ભરાઈ જાય છે. અને સ્કીન મુલાયમ બને છે. દાઝી જવાથી સારવાર પછી પણ જો ચામડી ઉપર રહી ગયા હોય તો રોજ કુંવારપાઠા ની માલિશ કરવાથી ધીરે-ધીરે ડાઘ નીકળી જશે. આ ઉપરાંત સવાર માં રોજ થોડો – થોડો કુંવારપાઠા નો પીવાથી પણ ચામડી ના તમામ રોગો મટે છે.

દૂધ અને દિવેલ સરખા ભાગે મિશ્રણ કરી તેની તુરંત શરીર ઉપર નિયમિત માલિશ કરવાથી ચામડી માં પડેલી કરચલીઓ માં પણ ખુબ જ સારો ફાયદો થાય છે.સંતરા ની છાલ નેં સુકવી તેનું ચૂર્ણ કરી રાખવું જોઈએ. આ ચૂર્ણ ગુલાબજળ માં મેળવી તેની માલિશ ચામડી પર કરવી અથવા અડધો કલાક લગાવી રાખી પછી ધોઈ નાખવાથી ચામડી ઉપર નાં કાળા ડાઘાં નીકળી જાય છે, અનેં સ્કિન સ્વચ્છ અનેં ચમકીલી બની જાય છે.શ્યામ રંગની સ્કીન હોય અનેં તેનાં કારણે દેખાવ બરાબર ન લાગતો હોય તો, આમલકી ચૂર્ણ અને હરિદ્રા ચૂર્ણ નેં સમભાગ મેળવી દૂધ માં કાલવી મોં ઉપર ઘસીને સ્નાન કરવું. આ પ્રયોગ લાંબો સમય કરવાથી સ્કીન ગૌરવર્ણ થાય છે, અનેં ચેહરો સુંદર બને છે.ઉપરોક્ત પ્રયોગો ચામડી નાં દરેક રોગો ઉપર અકસીર પરિણામ આપે છે, તે વાત માં તે વાત માં શંકા નેં સ્થાન નથી