depression/ ડિપ્રેશનને નજર અંદાજ ના કરો! આ બિમારી અન્ય રોગોને પણ આમંત્રણ આપે છે,જાણો સમગ્ર વિગત સાથેનો અહેવાલ

ડિપ્રેશનને અન્ય કોઈપણ શારીરિક બિમારીની જેમ સરળતાથી સમજી શકાય તેમ નથી. જ્યાં સુધી આ બિમારીની ખબર ના પડે ત્યાં સુધી ઘણી વખત વ્યક્તિ કે જે ક્લિનિકલ ડિપ્રેશનમાં હોય છે

Health & Fitness
16 6 ડિપ્રેશનને નજર અંદાજ ના કરો! આ બિમારી અન્ય રોગોને પણ આમંત્રણ આપે છે,જાણો સમગ્ર વિગત સાથેનો અહેવાલ

ડિપ્રેશનને અન્ય કોઈપણ શારીરિક બિમારીની જેમ સરળતાથી સમજી શકાય તેમ નથી. જ્યાં સુધી આ બિમારીની ખબર ના પડે ત્યાં સુધી ઘણી વખત વ્યક્તિ કે જે ક્લિનિકલ ડિપ્રેશનમાં હોય છે, તેને દુઃખી માની લેવાની ભૂલ કરવામાં આવે છે.  ડિપ્રેશન એક માનસિક બિમારી છે જે વાસ્તવિક છે. પરંતુ ભાગ્યે જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને મોટે ભાગે તેને અવગણવામાં આવે છે. જે વ્યક્તિ ક્લિનિકલી ડિપ્રેશનવાળી હોય છે તે અન્યને સામાન્ય લાગે છે, પરંતુ તે વ્યક્તિ બિમાર છે અને તે સ્પષ્ટ નિરીક્ષણથી જ સમજી શકાય છે.આ ડિપ્રેશન સંદર્ભે ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે, અને તેના પણ હજુ પણ સર્વે થાય છે. ડિપ્રેશનએ અન્ય બીમારીને પણ આમત્રણ આપે છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં ડિપ્લોમાની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ 306 ડિપ્રેશનના દર્દીઓ પાસેથી માહિતી એકઠી કરીને કેસ સ્ટડી કર્યા છે તેમાં જાણવા મળ્યું છે કે અનેક બિમારીઓથી લોકો પીડાય છે.

ઉલ્લેખનીય છે કે આ સર્વે માત્ર 306 દર્દીઓના કેસ સ્ટડીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે ડિપ્રેશનમાં હોય છે. તેમની સરખામણીની વાત કરીએ તો 13 ટકા વધુ એક રેસિયો જોવા મળે છે.ચાલો જાણીએ ડિપ્રેશન વિશે.

ડિપ્રેશન શું છે?
ડિપ્રેશન એ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ સતત ચિંતા, તણાવ અને ઉદાસીનતા થી ઘેરાઈ જાય છે. ડિપ્રેશન વાળી વ્યક્તિને સમજવાની કે વિચારવાની શક્તિ મંદ પડી જાય છે અને તેમને ખ્યાલ રહેતો નથી કે હવે શું કરવું? આ બાબતો વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે.

ડિપ્રેશન શા માટે થાય છે?ઘણા કારણો જવાબદાર હોય છે!

ડિપ્રેશન પાછળનું મહત્વનું કારણ છે મગજમાં રહેલ રસાયણોનું અસંતુલન. આ રસાયણોના અસંતુલનને કારણે વ્યક્તિની મનોદશા, વિચારો, ઊંઘ, ભૂખ અને વર્તન પર તેની અસર જોવા મળે છે.

– ડિપ્રેશન પાછળનું બીજું મહત્વનું કારણ હોર્મોન્સનું અસંતુલન પણ હોઈ શકે છે. ડિપ્રેશન થી મહિલાઓને વધારે નુકસાન થાય છે, તેમાં પણ ખાસ કરીને માસિક ચક્ર દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન વધારે સક્રિય હોય છે. આ હોર્મોનના વધ-ઘટને કારણે ડિપ્રેશન ના લક્ષણો જોવા મળી શકે છે.

– આ ઉપરાંત ડિપ્રેશન પાછળનું કારણ એક એ પણ હોઈ શકે કે આ પહેલા પરિવારના કોઈ સભ્યને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી હોય. એટલે કે જો પરિવારમાં કોઈ વ્યક્તિને ડિપ્રેશન અથવા અન્ય કોઈ માનસિક સમસ્યા છે તો તેની અસર વ્યક્તિ પર પડી શકે છે.

– આ ઉપરાંત ઘણી વખત બાળપણમાં થયેલ કોઈ ઘટનાને કારણે ડર કે ચિંતા મનમાં બેસી જાય છે જેને કારણે વ્યક્તિ ડિપ્રેશન તરફ વધી શકે છે. જેને ચાઈલ્ડ હુડ ટ્રોમા પણ કહેવાય છે.

– આજની રચના પણ ડિપ્રેશન સાથે જોડાયેલ છે. જે વ્યક્તિનું ફ્રન્ટલ લોબ સક્રિય હોતું નથી અથવા ઓછું સક્રિય હોય છે તેમને ડિપ્રેશન થવાની સંભાવના વધી જાય છે.

– કોઈ પ્રકારની શારીરિક બીમારી પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે જેમ કે પાર્કિન્સન, હાર્ટ અટેક અથવા કેન્સર.

– માદકદ્રવ્યો કે રસાયણોની આદતને કારણે પણ ડિપ્રેશન ની સંભાવના વધી જાય છે.

– કોઈપણ શારીરિક પીડા જો લાંબો સમય સુધી ચાલે છે તો તેને કારણે પણ ડિપ્રેશન આવી શકે છે.

– પરિવારથી દૂર રહેતા અને સ્ટ્રેસ વાળી નોકરી કરતા લોકોમાં ડિપ્રેશન ની શક્યતા વધી જાય છે.

ડિપ્રેશન ના લક્ષણો

– ભૂખ ઓછી થવી અને વજનમાં સતત વધારો કે ઘટાડો થવો.
– વધારે પડતી ઊંઘ અથવા ખૂબ ઓછી ઊંઘ
– સતત નકારાત્મક વિચારો આવવા
– ઝડપથી થાકી જવું અને અશક્તિનો અનુભવ થવો.
– તેમના વ્યવહારમાં ચીડિયાપણું અને આક્રમકતા જોવા મળે છે.
– પોતાને હંમેશા ક્યાંક અટવાયેલા હોય તેવો જ અનુભવ થાય છે.
– એકાગ્રતામાં ઘટાડો જોવા મળે છે.
– વારંવાર આત્મહત્યા ના વિચાર આવે છે.
– હંમેશા એકલા રહેવાનું પસંદ કરે છે.

માનસિક પીડિતતા અનેય રોગોને પણ આપણા શરીરમાં આંમત્રણ આપે છે જેનાથી અનેક રોગો થવાની પ્રબળ શકયતા રહેલી છે, કયાં રોગો થાય છે તેના વિશે જાણીએ

ડિપ્રેશન ની બીમારી આંખોને નુકસાન પહોંચાડે છે. 37% ડિપ્રેશનના દર્દીઓ આંખોને લગતી સમસ્યાઓ અનુભવે છે.

પેટની સમસ્યા: પેટમાં સોજો અથવા પેટમાં આંટી ચડવી વગેરે સમસ્યાઓ એ માનસિક નબળાઈના લક્ષણો છે.54% ડિપ્રેશન ના દર્દીઓ પેટની કોઈને કોઈ સમસ્યાઓ અનુભવે છે.

માથાનો દુખાવો: ડિપ્રેશનના ઘણા લક્ષણોમાં એક લક્ષણ એ માથાનો દુખાવો પણ છે. જોકે આ ઉપરાંત ચીડીયાપણું, દુઃખી મન નો અનુભવ તે લક્ષણો પણ મુખ્ય છે. ડિપ્રેશન ના 27% દર્દીઓ માથાનો દુઃખાવો, 36% ચીડિયાપણું અને 28% દુઃખી મન હોવાનું સ્વીકારે છે.

થાકનો અનુભવ: 37% સતત થાક નો અનુભવ કરતા હોય છે.

આઘાત લાગવો:27% ડિપ્રેશન થી પીડાતી વ્યક્તિ ને ઝડપથી આઘાત લાગે છે.

પાચન ને લગતી સમસ્યા: ડિપ્રેશન અને પાચનક્રિયાને સીધો સંબંધ રહેલો છે. ડિપ્રેશન વાળી 54% વ્યક્તિઓ પાચનને લગતી સમસ્યાઓ અનુભવે છે.

શ્વસન સંબધિત 18% ડિપ્રેશન ના દર્દીઓને શ્વાસને લગતી જુદી જુદી સમસ્યાઓ જોવા મળે છે.