Vaccination/ તો શું કોરોનાને કહીશું Good Bye? જાણો કયા માામલે ભારતે રચ્યો ઈતિહાસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો કેવી રીતે કોરોનાની સૌથી અસરકારક વેક્સિન બનાવી શકાય તેના પર પોતાનું ધ્યાન કેદ્રિત કરી રહ્યા છે.

Trending
PICTURE 4 290 તો શું કોરોનાને કહીશું Good Bye? જાણો કયા માામલે ભારતે રચ્યો ઈતિહાસ
  • દેશમાં 1 કરોડ ભારતીયોને અપાઇ રસી
  • દેશે 34 દિવસમાં રચ્ચો ઇતિહાસ
  • ઝડપી વેક્સિનેશન વાળા US પછી બીજો દેશ ભારત
  • 12 રાજ્યો-7 UTમાં 75 ટકાથી વધુને પ્રથમ ડોઝ અપાયો
  • હેલ્થ વર્કર્સને પ્રાથમિકતાનાં ધોરણે અપાઇ રસી
  • 62 લાખ હેલ્થવર્કર્સને અપાઇ રસી
  • 33 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને અપાઇ રસી
  • રસી આપવામાં દેશમાં 5મા સ્થાને ગુજરાત
  • ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં ગુજરાત પ્રથમ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો કેવી રીતે કોરોનાની સૌથી અસરકારક વેક્સિન બનાવી શકાય તેના પર પોતાનું ધ્યાન કેદ્રિત કરી રહ્યા છે. જી હા, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કુલ 11.12 કરોડ કેસ છે, જેમા 2.26 કરોડ કોરોનાનાં એક્ટિવ કેસ છે. આ વાયરસથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી દેખાઇ રહ્યુ છે. ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે, ભારતે આ અંગે ઈતિહાસ રચ્યો છે.

Election / શું CM રૂપાણી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા કરશે મતદાન?

આપને જણાવી દઇએ કે, દેશમાં લગભગ 1 કરોડ ભારતીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ભારતે 34 દિવસમાં આ ઈતિહાસ રચ્યો છે. વેક્સિન આપવાની ઝડપની વાત કરીએ તો US  બાદ ભારતનો બીજો નંબર આવે છે.  જણાવી દઇએ કે, 12 રાજ્યો, 7 UT માં 75 ટકાથી પણ વધુને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ખાસ કરીને હેલ્થ વર્કર્સને પ્રાથમિકતાનાં ધોરણે વેક્સિન આપવામા આવી છે. અંદાજે 62 લાખ હેલ્થવર્કર્સને, 33 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામા આવી છે. વળી વેક્સિન આપવા અંગે ગુજરાત દેશમાં 5 માં સ્થાને આવે છે. જ્યારે ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

NEW DELHI / કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કર્યું કામ ત્યારે મળી સફળતા : PM મોદી

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ