T20 World Cup/ તો શું ભારત અને અફઘાનિસ્તાનની મેચ ફિક્સ હતી? વકાર-વસીમે આપ્યો આ જવાબ

T20 વર્લ્ડકપમાં ભારતે અફઘાનિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું ત્યારે પાકિસ્તાની ચાહકોએ આવુ જ કૃત્યનો નજારો રજૂ કર્યો હતો. ભારતે આ મેચ જીતતાની સાથે જ પાકિસ્તાની ચાહકો ટ્વિટર પર કહેવા લાગ્યા કે મેચ ફિક્સ છે.

Sports
ભારત અને અફઘાનિસ્તાન મેચ ફિક્સ

ICC T20 વર્લ્ડકપ 2021માં પ્રબળ દાવેદાર માનવામાં આવતી ભારતીય ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-12માં જે રીતે ભારતની ટીમને પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી બધાએ ભારતને નીચું ગણાવ્યું હતું. તેટલુ જ નહી કેપ્ટન કોહલીનાં પરિવારને લઇને પણ ઘણા અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી. જો કે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ જીતી ટીમ ઈન્ડિયાએ આલોચના કરનારા લોકોને જવાબ આપ્યો હતો.

ભારત અને અફઘાનિસ્તાન મેચ ફિક્સ

આ પણ વાંચો – T20 World Cup / કેપ્ટન કોહલીએ મેદાન પર કર્યો ‘My Name is Lakhan’ ગીત પર ડાન્સ, જુઓ Viral Video

આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલી એન્ડ કંપનીએ જોરદાર ટૂર્નામેન્ટ જબરદસ્ત વાપસી કરી કર્યું અને ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતુ. અબુધાબીમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાન ટીમને 66 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. જો કે આ મેચને લઇને હવે પાકિસ્તાનમાંથી અજીબ નિવેદન સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો સંબંધ ઘણો વિચિત્ર છે. બહુ ઓછું ક્રિકેટ રમ્યા પછી પણ બન્ને દેશો વચ્ચે ભારે હરીફાઈ રહે છે. બન્ને વચ્ચે કોઈ મેચ ન હોય ત્યારે પણ ભારત-પાકિસ્તાનનાં ચાહકો એકબીજા સામે ટક્કરની સ્થિતિમાં હોય છે. T20 વર્લ્ડકપમાં ભારતે અફઘાનિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું ત્યારે પાકિસ્તાની ચાહકોએ આવુ જ કૃત્યનો નજારો રજૂ કર્યો હતો. ભારતે આ મેચ જીતતાની સાથે જ પાકિસ્તાની ચાહકો ટ્વિટર પર કહેવા લાગ્યા કે મેચ ફિક્સ છે અને અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં ભારતને આગળ લઈ જવા માટે પોતાને તૈયાર કરી લીધી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ફિક્સ હતી કે નહીં તેની ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનીઓ સ્પષ્ટપણે માનતા હતા કે મેચ સંપૂર્ણપણે ફિક્સ હતી, તેથી જ અફઘાનિસ્તાને જાણીજોઈને ખરાબ બોલિંગ કરી અને ભારતીય બેટ્સમેનોનાં આસાન કેચ છોડ્યા જેથી ટીમ ઈન્ડિયા પોતાની નેટ રન રેટમાં સુધારો કરીને સેમીફાઈનલની રેસમાં આસાનીથી જીત મેળવી શકે. એક ટ્વિટર યુઝર્સે લખ્યું, “એક દેશને જોઈને ખૂબ જ દુઃખ થયું કે જેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં આટલો જોશ અને જુસ્સો દર્શાવ્યો અને પછી પોતાને મોટી ટીમને વેચી દીધી અને તેમને જીતવા દીધી. ભારત રમતની સુંદરતા બગાડી રહ્યુ છે.” તે જોઈને દુઃખ થાય છે.”

1 2021 11 05T101829.611 તો શું ભારત અને અફઘાનિસ્તાનની મેચ ફિક્સ હતી? વકાર-વસીમે આપ્યો આ જવાબ

આ પણ વાંચો – T20 World Cup / શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ કરી નિવૃત્તિની જાહેરાત

જોકે, દિગ્ગજ પાકિસ્તાની બોલર્સ વસીમ અકરમ અને વકાર યુનિસે મેચ ફિક્સિંગનાં દાવાઓને ફગાવતા કહ્યું છે કે, આવા દાવાઓને અવગણવા જોઈએ. અકરમે સમગ્ર ચર્ચાને નિરર્થક ગણાવી અને કહ્યું કે પાકિસ્તાનમાં આ બધી અટકળો શા માટે અને કેવી રીતે ઉભી થાય છે તે સમજવામાં તે નિષ્ફળ ગયો છે. A Sports સાથે વાત કરતા, તેમણે કહ્યું, “મને ખબર નથી કે અમને આ રીતે થિયરી બનાવવાનું કેમ ગમે છે? ભારત ખૂબ જ સારી ટીમ છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેમના માટે કેટલાક ખરાબ દિવસો હતા.” વકારે પણ આવી જ લાગણી વ્યક્ત કરી અને કહ્યું, “આ કહેવું અર્થહીન છે અને લોકોએ તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં.”