IPL 2021/ તો શું IPL ની બાકી રહેલી મેચોનું આયોજન જલ્દી જ થશે?

દેશમાં કોરોના સંકટ વચ્ચે આઈપીએલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટૂર્નામેન્ટને રદ કરવી પડી હતી.

Sports
123 143 તો શું IPL ની બાકી રહેલી મેચોનું આયોજન જલ્દી જ થશે?

દેશમાં કોરોના સંકટ વચ્ચે આઈપીએલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટૂર્નામેન્ટને રદ કરવી પડી હતી. જો કે કોરોનાવાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલ છે, પરંતુ ચાહકો હજી બાકીની મેચો ટૂંક સમયમાં યોજાશે તેવી આશા રાખે છે. દરમિયાન, એક ઇંગ્લિશ કાઉન્ટી જૂથે આ વર્ષે સપ્ટેમ્બરમાં આઈપીએલ-2021 ની બાકીની મેચોનું આયોજન કરવાની ઓફર કરી છે.

ક્રિકેટ / આજે થઇ શકે છે WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાનું એલાન

ઇએસપીએન ક્રિકઇન્ફોનાં અહેવાલ મુજબ લોર્ડ્સ, ઓવલ, એજબેસ્ટન અને ઓલ્ડ ટ્રેફર્ડે ઇસીબીને પત્ર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરનાં બીજા હાફમાં, ટૂર્નામેન્ટને બે અઠવાડિયામાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ રાખવામા આવેલ છે. બીસીસીઆઈ આ પહેલા પણ બે વાર વિદેશમાં આઈપીએલનું આયોજન કરી ચૂક્યું છે. આમાં 2009 માં દક્ષિણ આફ્રિકા અને 2020 માં યુએઈનો સમાવેશ થાય છે. 2014 આઇપીએલ ટૂર્નામેન્ટ યુએઈમાં યોજાઇ હતી.કોવિડનાં વધતા જતા કેસોને કારણે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 નાં ​​મુલતવી રાખ્યા પછી હવે ભારતમાં, આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પર પણ સંકટનાં વાદળ દેખાઇ રહ્યા છે. દેશભરમાં કોવિડનાં વધતા જતા કેસો હોવા છતાં આઈપીએલ બાયો બબલ અભેદ્ય હોવો જોઇતો હતો.

પોલિસ ફરિયાદ / ક્રિકેટર ઇરફાન પઠાણ પર ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ

જો કે, આઈપીએલની અડધી ટીમોમાં પોઝિટિવ કેસોની હાજરીને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડની સલામત બાયો-સુરક્ષિત ક્ષમતા પર સવાલ ઉભા થયા છે. જોકે, ભારતમાં ટી-20 વર્લ્ડ કપ યોજવામાં હજી પાંચ મહિના બાકી છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ને લાગે છે કે હજી સમય બાકી છે. બોર્ડનું માનવું છે કે ટૂર્નામેન્ટમાં દબાણપૂર્વક સસ્પેન્ડ થવાની સંભાવના ઓછી છે. આઈસીસીની ટીમ આઈપીએલ દરમિયાન ભારતનો પ્રવાસ કરવાની હતી, પરંતુ મહામારીનાં કારણે તેમણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. ગત  અઠવાડિયે, બીસીસીઆઈનાં એક ઉચ્ચ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે યુએઇને ટી-20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય સ્થળ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.

majboor str 5 તો શું IPL ની બાકી રહેલી મેચોનું આયોજન જલ્દી જ થશે?