Not Set/ આણંદમાં કોરોનાનો કહેર, હોસ્પ્ટિલની 9 નર્સને લાગ્યું કોરોના ચેપ

આણંદ શહેરની જનરલ હોસ્પિટલ સ્થિત કોવીડ સેન્ટરમાં ફરજ બજાવતી ૯ જેટલી નર્સનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેને લઈને હોસ્પિટલમાં સ્ટાફની ઘટ સર્જાઈ છે. અને જેને લઈને અન્ય સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે ત્યારે હોસ્પિટલમાં વધતા જતા દર્દીઓની સારવાર માટે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં કોવીડ સેન્ટરમાં […]

Gujarat
72547f35 d841 4bcf b14f b7440047fbb9 anand jn આણંદમાં કોરોનાનો કહેર, હોસ્પ્ટિલની 9 નર્સને લાગ્યું કોરોના ચેપ

આણંદ શહેરની જનરલ હોસ્પિટલ સ્થિત કોવીડ સેન્ટરમાં ફરજ બજાવતી ૯ જેટલી નર્સનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેને લઈને હોસ્પિટલમાં સ્ટાફની ઘટ સર્જાઈ છે. અને જેને લઈને અન્ય સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે ત્યારે હોસ્પિટલમાં વધતા જતા દર્દીઓની સારવાર માટે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં કોવીડ સેન્ટરમાં ફરજ બજાવતી ૯ મહિલા નર્સના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જેને લઈને સ્ટાફની ૯ જેટલી નર્સો હોમ આઈસોલેશન થઈ જતા હોસ્પિટલમાં સ્ટાફની ઘટ પડી છે અને જેને લઈને હાલના સ્ટાફ પર વધુ ભારણ આવ્યું છે. હાલમાં કોરોના મહામારીને લઈને કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કેટલાક દર્દીઓ ઓકસીજન પર હોય સ્ટાફ નર્સ દ્વારા સતત આ દર્દીઓ ઉપર ધ્યાન રાખી તેમનું મોનીટરીંગ કરવું પડે છે પરંતુ સ્ટાફની ઘટ હોવાના કારણે હાલના અન્ય સ્ટાફ પર કામનું ભારણ વધી ગયું છે.ત્યારે કોવીડ સેન્ટરમાં કોવીડ દર્દીઓની સારવાર માટે મોનીટરીંગ કરી શકાય તે માટે વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. હાલમાં કોવીડ સેન્ટરમાં જુદા જુદા ત્રણ વોર્ડમાં કોવીડ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તેમાં ૯ જેટલા સ્ટાફ નર્સ પોઝીટીવ હોવાના કારણે હોમ આઈસોલેશન થતા હોસ્પિટલમાં સ્ટાફની ઘટ પડી છે. ત્યારે આ અંગે હંગામી ધોરણે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી લાગણી જાેવા મળી રહી છે.