મતગણતરી/ અમે તો ગ્યાતા…મતગણતરી જાણવા મેળામાં, સોશિયલ ડિસ્ટન્સ વિસર્યા રે, રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી ભીડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાંમાં કયો પક્ષ અને કયો ઉમેદવાર મેદાન મારી જશે તે અંગે જાણકારી મેળવવા માટે સ્થાનિક પ્રજામાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગામેગામથી લોકોના ટોળે ટોળા રાજકોટ

Gujarat
virani highschool અમે તો ગ્યાતા...મતગણતરી જાણવા મેળામાં, સોશિયલ ડિસ્ટન્સ વિસર્યા રે, રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી ભીડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાંમાં કયો પક્ષ અને કયો ઉમેદવાર મેદાન મારી જશે તે અંગે જાણકારી મેળવવા માટે સ્થાનિક પ્રજામાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગામેગામથી લોકોના ટોળે ટોળા રાજકોટ વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી પડ્યા હતા.  મતગણતરીની પ્રક્રિયા ચાલતી હોવાથી ગામના લોકો વધુ પ્રમાણમાં મતગણતરી કેન્દ્ર આગળ ધસી આવ્યા હતા.  રાજકોટની વિરાણી સ્કૂલ બહાર મેળાવડો જમાવી બેઠાહતા. આ તમામ લોકોનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ગામના લોકોએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવી દીધા હતા.

Suicide / પતિએ દહેજમાં બાઈક માગ્યું, સાસરિયાઓએ કહ્યું જીવે છે શું કામ ? અમદાવાદમાં વધુ એક પરણિતાની આત્મહત્યા

ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન જોવા મળી રહ્યું  નહોતું. આવી પરિસ્થિતિમાં જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આ પ્રમાણેની લાપરવાહી ભારે પડી શકે તેમ છે. ટોળઓમાં રહેલા મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું, જેથી મતગણતરીની બહાર આ પ્રકારનો મેળાવડો જામતા  ગામડાઓમાં કોરોનાના કેસ વધવાની પણ સંભાવના સ્પષ્ટ વર્તાઈ રહી છે.ચૂંટણીના પરિણામોને લઈને જાહેર જનતામાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી, તમામ લોકો કોરોનાની ગાઈડ લાઈન ભૂલ્યા હતા.મંગળવારે 2021ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી,ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં નિર્ણય થઈ જાય એવી શક્યતા હતી.

Election / ગામડાઓમાં પણ ગાજ્યા ભાજપના ઢોલ, કોંગ્રેસના ગઢમાં કેસરિયો લહેરાયો

આવી પરિસ્થિતિમાં રાજકોટ વિરાણી હાઈસ્કૂલની બહાર વિવિધ ગામોથી વાહનો લઇને લોકો ઉમટી પડ્યા હતા.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 8474 બેઠકોમાંથી 253ના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમા 243માં ભાજપ, 8માં કોંગ્રેસ અને 3માં અન્ય આગળ છે. વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થવા લાગ્યા હતા.

ભાવવધારો / પેટ્રોલ-ડિઝલ થશે સસ્તુ ? નાણાં મંત્રાલય ઘડાડશે ટેક્સ ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…