Not Set/ કોણ કરી રહ્યું છે ખરાબ સમયમાં ઈરફાન ખાનની મદદ : વાંચો અહી

મુંબઈ, ઈરફાન ખાન અને એમનો પરિવાર અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઈરફાન છેલ્લા ત્રણ મહિનાથી ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરથી લડી રહ્યા છે. આ બીમારીમાં શરીરમાં ગાંઠો બની જાય છે. ઈરફાન લંડનમાં આ બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. આ સમયમાં બોલીવૂડના દરેક નાના-મોટા કલાકાર ઈરફાનની બનતી મદદ અને જલ્દી સાજા થઇ જવાની કામના કરી રહ્યા છે. […]

Trending Entertainment
Irrfan Khan 1 1900x કોણ કરી રહ્યું છે ખરાબ સમયમાં ઈરફાન ખાનની મદદ : વાંચો અહી

મુંબઈ,

ઈરફાન ખાન અને એમનો પરિવાર અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઈરફાન છેલ્લા ત્રણ મહિનાથી ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરથી લડી રહ્યા છે. આ બીમારીમાં શરીરમાં ગાંઠો બની જાય છે. ઈરફાન લંડનમાં આ બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે.

Irrfan KhanIrrfanKhan કોણ કરી રહ્યું છે ખરાબ સમયમાં ઈરફાન ખાનની મદદ : વાંચો અહી

આ સમયમાં બોલીવૂડના દરેક નાના-મોટા કલાકાર ઈરફાનની બનતી મદદ અને જલ્દી સાજા થઇ જવાની કામના કરી રહ્યા છે. પરંતુ શાહરૂખ ખાને જે ઈરફાન માટે કર્યું, એ ખુબ ઓછા લોકો કરી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ ઈલાજ માટે લંડન રવાના થતા પહેલા ઈરફાન ખાનની પત્ની સુતાપાએ શાહરૂખને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે ઈરફાન એમને મળવા માંગે છે. સુતાપાએ શાહરુખને એમના મડ આઈલેન્ડ સ્થિત ઘર પર મળવા બોલાવ્યા હતા.

maxresdefault 10 1 કોણ કરી રહ્યું છે ખરાબ સમયમાં ઈરફાન ખાનની મદદ : વાંચો અહી

ઈરફાનના ઘરથી થોડે જ દુર મહેબુબ સ્ટુડીઓમાં શૂટિંગ કરી રહેલા શાહરૂખ એમને મળવા પહોંચ્યા હતા. બંનેએ લગભગ બે કલાક સાથે વિતાવ્યા હતા. આ દરમિયાન શાહરૂખે ઈરફાનને મોટીવેશન આપ્યું હતું, અને પોતાના લંડનવાળા ઘરની ચાવી પણ આપી હતી. ખુબ જીદ કર્યા બાદ ઈરફાને એનો સ્વીકાર કર્યો હતો.

Shahrukh Khan Swades and Irrfan Khan Hindi Medium કોણ કરી રહ્યું છે ખરાબ સમયમાં ઈરફાન ખાનની મદદ : વાંચો અહી

શાહરૂખનું કહેવાનું હતું કે ઈરફાનનું ફેમીલી એના ઘરને પોતાના ઘર જેવું જ માને. ઈરફાન શાહરુખને એકદમ નજીકના માને છે.

મિડિયા રીપોર્ટસ મુજબ લંડનમાં ઈરફાનને મળીને આવેલા એમના એક મિત્રએ જણાવ્યું કે ઈરફાનની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. રીકવરીની ગતિ ધીમી છે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારત પાછા ફરી શકે છે.