મંદિર દર્શન/ સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે 11 જૂનથી ખુલશે

સોમનાથ મંદિર ખુલશે ગાઇડલાઇન મુજબ

Top Stories
somnath સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે 11 જૂનથી ખુલશે

કોરોનાના કેસોની ગતિ મંદ પડતા રાજ્ગુય સરકારે અનલોકની ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત સરકારની  જાહેરાત બાદ 11 જૂનથી સોમનાથ મંદિરના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. મંદીર સવારે 7:30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે. મંદિરમાં સવાર, બપોર અને સાંજની ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં નહી આવે. જ્યારે બાકીના સમયગાળામાં ભાવિકોએ ફરજિયાત ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવ્યા બાદ દર્શન કરી શકશે.

રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં  છૂટછાટો આપવનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 11 જૂનથી જગવિખ્યાત સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે. સોમનાથ મંદીર સવારે 7:30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે. મંદિરમાં સવાર, બપોર અને સાંજની ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં નહી આવે. જ્યારે બાકીના સમયગાળામાં ભાવિકોએ ફરજિયાત ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવ્યા બાદ દર્શન કરી શકશે.

સોમનાથ ટ્રસ્ટના અધિકારી  વિજયસિંહ ચાવડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ 11 જૂનથી શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મંદિરના દ્વાર ચોક્કસ સમય તેમજ ગાઈડલાઈન મુજબની દર્શન માટે ખુલશે. ગાઈડલાઈન મુજબ દર્શન માટે ભાવિકોએ માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે તથા સાેશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. મંદિરના પ્રવેશદ્વાર પાસે ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે. પરિસરમાં સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે તેમાં જ ભાવિકોએ ઉભા રહી લાઈનમાં મંદિરની અંદર જવાનું રહેશે અને અંદર પણ રેલીંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં કે દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને જ તુરંત જ બહારના ગેટથી સીધુ બહાર નીકળી જવાનું રહેશે.

ભાવિકોએ દર્શન કરવા માટે પાસ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જે મુજબ ભાવિકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન પાસ લેવો ફરજિયાત છે. પાસ લેવા માટે ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી દર્શન માટેની સ લીંક મૂકવામાં આવી છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. તા.11થી મંદિરમાં સવારે 7:30થી 11:30 અને બપોરે 12:30થી સાંજે 6:30 વાગ્યા સુધી જ ભાવિકો દર્શન કરી શકશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે ત્રણ ટાઈમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. દર્શન માટેનો સમય મર્યાદિત હોવાથી બહારગામથી આવતા શ્રદ્ધાળુઓને વિનંતી કે તેઓ અગાઉથી ઓનલાઈન દર્શનનું બુકિંગ કરાવીને જ સોમનાથ દર્શન માટે આવે. જેથી ગાઇડલાઇનનું પાલન થઇ શકે .

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર મંદ પડી છે તેથી ગુજરાત સરકારે નવી ગાઇડલાઇન સાથે અનલોક કરવાની પ્રક્રીયા હાથ ધરી છે. તેમાં ધાર્મિક સંસ્થાઓ માટે પણ ગાઇડલાઇન પણ રજૂ કરી છે તેના નિયમોનું અમલ અનિવાર્ય છે.