Not Set/ પુત્રએ પિતાને છેતરીને પૈસા કર્યા પોતાના ખાતામાં ટ્રાન્સફર

અમદાવાદમાં એક વયોવૃદ્ધ પિતા સાથે સગા દીકરાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ કાગડાપીઠ પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી સગા પુત્ર અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ફરિયાદ પ્રમાણે પુત્રએ પિતાનો વિશ્વાસ કેળવીને તેના પુત્રને ન્યૂઝલેન્ડ જવા માટે બેંક બેલેન્સ બતાવવાના બહાને પિતાના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં […]

Ahmedabad
Cheque Fraud copy પુત્રએ પિતાને છેતરીને પૈસા કર્યા પોતાના ખાતામાં ટ્રાન્સફર

અમદાવાદમાં એક વયોવૃદ્ધ પિતા સાથે સગા દીકરાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ કાગડાપીઠ પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી સગા પુત્ર અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ફરિયાદ પ્રમાણે પુત્રએ પિતાનો વિશ્વાસ કેળવીને તેના પુત્રને ન્યૂઝલેન્ડ જવા માટે બેંક બેલેન્સ બતાવવાના બહાને પિતાના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પિતાના બે ચેકની ચોરી કરીને બીજા આઠ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને અંગત કામમાં વાપરી નાખ્યા હતા.

કેસની વિગત જોઈએ તો કાંકરીયા વિસ્તારમાં રહેતા 90 વર્ષીય મોહનલાલ મકવાણાએ કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ આપી છે કે, તેઓ કાંકરીયા ખાતે ભારતીયનગર કો.ઓ.હા.સો.લીમાં પોતાના નાના પુત્ર વ્યોમેશ અને પુત્રવધૂ લતાબેન સાથે રહે છે. વ્યોમેશના મોટા પુત્ર ક્ષિતિજને વધારે અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ જવાનું હોવાથી બેંક બેલેન્સ તરીકે અમુક રકમ બતાવવાની હતી.હાલ પોલીસે
ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે