National News/ સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકર પર ટિપ્પણીથી વિવાદ, શિવસેનાએ ફાડ્યાં પાનાં

સોનિયા ગાંધીના પુસ્તકમાં (Sonia Gandhi Book)વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિવસેનાએ સખત વાંધો ઉઠાવ્યો છે

Top Stories India
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકમાં (Sonia Gandhi Book)વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ ઊભો કર્યો છે

National News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકમાં (Sonia Gandhi Book)વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ ઊભો કર્યો છે. સાવરકર (Veer Savarkar)અંગેના લખાણ સામે શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. મુંબઈમાં શિવસેનાના નેતાઓએ પુસ્તકનાં પાનાં ફાડીને વિરોધ નોંધાવ્યો હતો અને પ્રકાશક હાર્પર કોલિન્સ પાસે વિવાદિત લખાણ હટાવવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે ફરી એકવાર સાવરકર, હિંદુત્વ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.

સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકરનો ઉલ્લેખ, શિવસેના નારાજ

સોનિયા ગાંધીના પુસ્તકમાં (Sonia Gandhi Book)વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિવસેનાએ સખત વાંધો ઉઠાવ્યો છે. મુંબઈમાં શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય નિરુપમ અને રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ (Shaina NC)સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

શિવસેનાના નેતાઓએ પુસ્તકના પેજ નંબર 201 અને 443માં લખાયેલા અંશો સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે પ્રકાશક હાર્પર કોલિન્સને (HarperCollins)આ બંને પાનાં પુસ્તકમાંથી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. વિરોધ દરમિયાન પુસ્તકનાં પાનાં ફાડીને પણ પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બાળાસાહેબ ઠાકરેના સાવરકર પ્રત્યેના સન્માનનો ઉલ્લેખ

શિવસેનાના નેતા સંજય નિરુપમે જણાવ્યું કે વીર સાવરકર (Veer Savarkar)પ્રત્યે બાળાસાહેબ ઠાકરેને અપાર સન્માન હતું. તેમણે ભૂતકાળની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સાવરકર અંગેના વિવાદ દરમિયાન બાળાસાહેબ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં મણિશંકર ઐયરના પૂતળા પર ચપ્પલ માર્યા હતા.

નિરુપમે સવાલ ઉઠાવ્યો કે આજે પોતાને બાળાસાહેબ ઠાકરેના વારસદાર ગણાવનારા લોકો આ મુદ્દે મૌન કેમ છે? તેમણે કહ્યું કે સાવરકરે અંદાજે 11 વર્ષ સુધી જેલમાં અસહ્ય યાતનાઓ સહન કરી હતી. તેમના યોગદાન અને બલિદાનને ધ્યાનમાં રાખીને પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિવસેના વિરોધ નોંધાવે છે.

શાઈના એનસીએ હાર્પર કોલિન્સ પાસે કરી મોટી માંગ

શિવસેનાનાં રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ (Shaina NC)પણ પુસ્તકમાં સાવરકર (Veer Savarkar)અંગે કરવામાં આવેલા ઉલ્લેખ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, પુસ્તકમાં સાવરકરને હિંદુત્વના સંદર્ભમાં બહિષ્કારવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે બાળાસાહેબ ઠાકરે સાવરકરને હિંદુત્વનો આત્મા માનતા હતા.

શાઈના એનસીએ કહ્યું કે સાવરકરે દેશની આઝાદી માટે જીવન સમર્પિત કર્યું હતું અને લાંબો સમય જેલમાં વિતાવ્યો હતો. આવી સ્થિતિમાં તેમના યોગદાન અંગે આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે પુસ્તકના પેજ નંબર 201 અને 443માં વપરાયેલા શબ્દો ભારતના ઇતિહાસ અને હિંદુત્વ અંગે ખોટી છબી ઊભી કરે છે. શાઈના એનસીએ પ્રકાશક હાર્પર કોલિન્સને બંને પાનાં તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીના નિવેદન પર પણ સંજય નિરુપમનો પ્રહાર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય નિરુપમે (Sanjay Nirupam)કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આપેલા નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ત્યાં ભારતીય અર્થતંત્ર અને દેશની સ્થિતિ અંગે કરેલી ટિપ્પણીઓની નિરુપમે ટીકા કરી હતી.

તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ ભારતીય અર્થતંત્રની કામગીરીની પ્રશંસા કરી રહી છે. તેમના દાવા પ્રમાણે ભારતનો GDP વૃદ્ધિ દર 7.7 ટકાથી વધુ છે અને દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે.

નિરુપમે વિદેશી મંચ પરથી ભારતની આર્થિક સ્થિતિની ટીકા કરવા બદલ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. આમ, સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકર અંગેની ટિપ્પણીઓથી શરૂ થયેલો વિવાદ હવે કોંગ્રેસ અને શિવસેના વચ્ચેના રાજકીય ટકરાવનું નવું કારણ બન્યો છે.


આ પણ વાંચો: સોનિયા ગાંધીના પુસ્તકમાં PM મોદીનો ઉલ્લેખ, બાબરીથી 2004 સુધીના અનેક ખુલાસા

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કહ્યું: “દાળ-ચાવલ એટલે ઘરનો સ્વાદ”, ભોજનની શોધમાં રાજીવને મળી અને પ્રેમ થયો

આ પણ વાંચો: સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પ્રથમ ઝલક શેર કરી