Gujarat High Court/ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયા ગોકાણી

 ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી કરવામાં આવી છે

Top Stories Gujarat
Chief Justice
  • ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયા ગોકાણી ( Chief Justice)
  • મૂળ જામનગરના વતની છે સોનિયાબેન ગોકાણી
  • ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનતા સોનિયાબેન ગોકાણી.
  • ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમા ચિન્હ રૂપચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે સોનિયા ગોકાણી..
  • 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે આપી શકશે સેવા
  • 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થશે સોનિયા ગોકાણી

Chief Justice:   ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી કરવામાં આવી છે, તેઓ માત્ર 15 દિવસ સુધી જ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે.તેઓ 24 ફેબ્રુઆરીએ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે. સમાચાર અપડેટ થઇ રહ્યા છે.જરાત હાઇકોર્ટને નવા મુખ્યન્યાયાધિશ મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા સોનિયા ગોકાણીનું નામ સરકારમાં પ્રસ્તાવીત કરાયું હતું. જેને હવે સર્વાનુમતે મંજુરી આપી દેવામાં આવી છે.

સાનિયા ગોકાણીનો ( Chief Justice)  જન્મ 26 ફેબ્રુઆરી 1961 ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેઓએ માઇક્રોબાયોલોજી સાથે બીએસસી કર્યું હતું. ત્યાર બાદ એલએલબી અને એલએલએમ કર્યું. તેઓ કેપી શાહ લો કોલેજ જામનગરમાં પાર્ટ ટાઇમ લેક્ચરરર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત કંઝ્યુમર કોર્ટમાં પણ પાંચ વર્ષ સુધી તેઓ સભ્ય રહી ચુક્યા છે.

નોંધનીય છે કે ( Chief Justice) સેશન્સ કોર્ટમાં તેઓ 1995 માં જજ તરીકે નિમણુક થયા હતા. તેઓ 2003 થી 2008 માં એન્ટિ ટેરરિસ્ટ લો અંતર્ગતની સ્પેશિયલ કોર્ટમાં પણ જજ રહ્યા હતા. ત્યાર બાદ સીબીઆઇની ખાસ કોર્ટમાં પણ જજ રહી ચુક્યા છે. 2008 માં તેઓ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર બન્યા હતા. 2011 ની 17 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા. 28 જાન્યુઆરી 2018 માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે.

NDRF team/NDRFની ટીમે તુર્કીમાં છ વર્ષની બાળકીને બચાવી, અમિત શાહે કહ્યું- અમને તમારા પર ગર્વ છે