Not Set/ નિર્ભયા કેસ/ કેમ કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી પીડિતા નિર્ભયાની માઁ ?

2012દિલ્હી ગેંગરેપ અને હત્યાનાં અતી પ્રખ્યાત કેસની સુનાવણી દિલ્હીની કોર્ટમાં ચાલી રહી છે. પીડિતા નિર્ભયાનાં માતા-પિતા દ્વારા ચારેય દોષિતો માટે નવા ડેથ વોરંટની માંગણી સાથે એક અરજી દિલ્હીની કોર્ટમાં કરવામાં આવી છે. નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે, મારા હકનું શું ? હું હાથ જોડીને ઊભી છું, કૃપા કરીને ગુનેગારો સામે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કરો. […]

Top Stories India
nirbhaya નિર્ભયા કેસ/ કેમ કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી પીડિતા નિર્ભયાની માઁ ?

2012દિલ્હી ગેંગરેપ અને હત્યાનાં અતી પ્રખ્યાત કેસની સુનાવણી દિલ્હીની કોર્ટમાં ચાલી રહી છે. પીડિતા નિર્ભયાનાં માતા-પિતા દ્વારા ચારેય દોષિતો માટે નવા ડેથ વોરંટની માંગણી સાથે એક અરજી દિલ્હીની કોર્ટમાં કરવામાં આવી છે.

નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે, મારા હકનું શું ? હું હાથ જોડીને ઊભી છું, કૃપા કરીને ગુનેગારો સામે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કરો. હું પણ માનવ છું આ કેસને સાત વર્ષનો સમય થઇ ગયો છે. આટલું બોલીને તે કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કોર્ટની નિરવશાંતીમાં નિર્ભયાની લાચાર માઁ નું હૈયા ફાટ રુદન જાણે કે તમામ પર કહેર વરસાવી રહ્યું હતું. અને બાદમાં નિર્ભયાની માતા રડતાં રડતાં કોર્ટમાંથી નીકળી ગઈ હતી.

આપને યાદ અપાવી દઇએ કે, નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી, દયાની અરજી અને ક્યુરેટીવ પીટિશનને સહિતની અપરાધીઓને આપવામાં આવતી કાનુની સવલતોને કારણે ફાંસીની તારીખ બે વાર મુલતવી રાખવામાં આવી છે. છેલ્લે તો, કોર્ટે દોષિતોની ફાંસીને અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દીધી છે. જો કે, કોર્ટ દ્વારા તમામ અપરાધીને 5 ફેબ્રુઆરીએ સાત દિવસનો સમય પોતાનાં તમામ કાનુની હક્કોનો ઉપયોગ કરવા માટે આપ્યો હતો અને તે મુજબ આજે 12 ફેબ્રુઆરી તે અવધી નો છેલ્લો દિવસ છે. 

નિર્ભયાની માતા રડતાં રડતાં કોર્ટમાંથી નીકળી ગઈ હતી. બહાર આવતાં તેમણે કહ્યું કે હવે હું ન્યાય પ્રત્યેનો મારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો છું. અદાલતે સમજી લેવું જોઇએ કે ગુનેગારો ફાંસીમાં વિલંબ કરવા માટે સતત યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

નિર્ભયાની માતાએ કહ્યું કે હું મારી પુત્રીને ન્યાય મેળવવા અહીંથી ત્યાં ભટકી રહી છું. દોષી સજાને ટાળવા માટે રણનીતિ વાપરી રહ્યા છે. હું સમજવા માટે અસમર્થ છું કે, કોર્ટ આ કેમ સમજવામાં અસમર્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.