Bollywood/ સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો છે, પરંતુ એક વિચિત્ર શરત પર…

લોકડાઉન દરમિયાન પરપ્રાંતિયોને મદદ કરવા બદલ લોકોએ ખૂબ વખાણ કર્યા. નિઃસ્વાર્થપણે લોકોની મદદ કરી, જેના કારણે આજે તે દેશના લોકો માટે તેમના વાસ્તવિક જીવનનો હીરો બની ગયો છે.

Entertainment
Untitled 310 સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો છે, પરંતુ એક વિચિત્ર શરત પર...

સોનુ સૂદ બોલિવૂડનો સ્ટાર છે, જેને લોકો મહિસા માને છે. લોકડાઉન દરમિયાન પરપ્રાંતિયોને મદદ કરવા બદલ લોકોએ ખૂબ વખાણ કર્યા. નિઃસ્વાર્થપણે લોકોની મદદ કરી, જેના કારણે આજે તે દેશના લોકો માટે તેમના વાસ્તવિક જીવનનો હીરો બની ગયો છે. સોનુ સૂદ પોતાની ઉદારતાના કારણે આજે કરોડો દિલો પર રાજ કરી રહ્યો છે. ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકામાં દેખાતો સોનુ રિયલ લાઈફનો હીરો છે અને તેણે આ વાત ફરી એકવાર સાબિત કરી દીધી છે. જરૂરિયાતમંદ પરિવારને ભેંસો આપતો સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો છે, પરંતુ આ માટે તેણે એક શરત મૂકી છે.

આ પણ વાંચો:વેબસાઈટ હેક / ગાંધીનગર કોર્પોરેશનની વેબસાઈટ કરાઇ હેક, તુર્કી હેકર્સે લખ્યું – મિત્ર….

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. હવે લોકો સોશિયલ મીડિયા પર સોનુ સૂદ પાસેથી મદદ માંગે છે, જેમણે કોરોના સમયગાળા દરમિયાન લોકોની મદદ કરી હતી. તાજેતરમાં, તેણે એક ટ્વિટ જોયું, જેમાં એક વ્યક્તિએ તેને એક ગરીબ પરિવારની મદદ કરવાનું કહ્યું હતું. ભાનુ પ્રસાન નામના યુઝરે ટ્વીટ કરીને લખ્યું- હેલો સોનુ સૂદ સર… નાલગોંડા જિલ્લાનો આ પરિવાર… કોવિડને કારણે આ પરિવારના વડાનું અવસાન થયું. પરિવારમાં ત્રણ બાળકો છે અને આ બાળકોની માતા કેન્સર સામેની લડાઈ લડી રહી છે. તેથી કૃપા કરીને તેમના માટે ભેંસ ખરીદો, જેથી તેઓ તેમની આજીવિકા મેળવી શકે.

Untitled 309 સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો છે, પરંતુ એક વિચિત્ર શરત પર...

આ પણ વાંચો ;જર્જરીત પુલ /  જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

આ ટ્વીટ જોયા બાદ સોનુ સૂદે રીટ્વીટ કર્યું અને લખ્યું- ‘ચલ બેટા, આ પરિવારની ભેંસ આપાવી દઉ છુ. બસ દૂધમાં પાણી મિક્સ ન કરો’. હવે તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેના આ ટ્વીટને જોયા બાદ ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.