Bollywood/ બોમ્બે હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો સોનુ સુદ, જાણો સમગ્ર મામલો

અભિનેતા સોનુ સૂદને એક દિવસ પહેલા બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટે જુહુમાં તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવાના આરોપસર BMC ની નોટિસને પડકારતી અભિનેતાની અપીલ અને અરજીને ફગાવી દીધી છે. આ પછી સોનુએ આજે ​​સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Entertainment
a 338 બોમ્બે હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો સોનુ સુદ, જાણો સમગ્ર મામલો

લોકડાઉનમાં પરપ્રાંતિય કારીગરો અને મજૂરોના મસીહા બનનાર સોનુ સૂદ બીએમસીના નિશાના પર છે. એક દિવસ અગાઉ બોમ્બે હાઈકોર્ટે બીએમસીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા સોનુ સૂદે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી. તેમણે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જોકે, આ અંગે સુનાવણીની તારીખ હજી નક્કી થઈ નથી.

આપને  જણાવી દઇએ કે અભિનેતા સોનુ સૂદને એક દિવસ પહેલા બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટે જુહુમાં તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવાના આરોપસર BMC ની નોટિસને પડકારતી અભિનેતાની અપીલ અને અરજીને ફગાવી દીધી છે. આ પછી સોનુએ આજે ​​સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણે અભિનેતાની અરજી ફગાવતાં જણાવ્યું હતું, ‘કાયદો માત્ર કર્તવ્યનિષ્ઠ લોકોની મદદ કરે છે.’ સોનુના વકીલ અમોઘ સિંહે બીએમસીએ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં જાહેર કરેલી નોટિસની પૂર્તિ માટે 10 સપ્તાહનો સમય માગ્યો હતો અને હાઈ કોર્ટને મહાનગરપાલિકા ડિમોલિશનની કાર્યવાહી હાથ ન ધરે એવો હુકમ કરવાની વિનંતી કરી હતી. જો કે, અદાલતે આમ કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે અભિનેતાને ભૂતકાળમાં અનેક તકો મળી ચૂકી હતી અને જરૂર પડ્યે તેઓ મહાનગરપાલિકાનો સંપર્ક કરી શક્યા હોત.

ચવ્હાણે  જણાવ્યું હતું કે ‘હવે કાર્યવાહી કરવાનો સમય બીએમસીનો છે. તમે (સોનુ) એનો સંપર્ક કરો.’ બીએમસીના જણાવ્યા પ્રમાણે સોનુ સૂદે ‘શક્તિ સાગર’ નામની રહેણાક ઇમારતમાં ફેરફાર કરીને જરૂરી પરવાનગી મેળવ્યા વિના એને હોટેલમાં રૂપાંતરિત કરી નાખી હતી. તો બીજી તરફ સોનુના વકીલે બિલ્ડિંગમાં બીએમસીની પરવાનગી માગવી પડે એવા કોઈ ફેરફારો કરવામાં આવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો અને એમઆરટીપી ઍક્ટ હેઠળ મંજૂરી હોય તેવા જ ફેરફારો કરાયા હોવાનો દાવો કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો