રાજકોટ/ ‘સોરી’ હું નહીં જીવી શકું…લખીને સગીરાએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ

રાજકોટમાં 17 વર્ષીય આયુષી રાવલ નામની સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જીવન ટૂંકાવનારી સગીરાના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે

Gujarat Rajkot
આપઘાત

રંગીલા રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડીપ્રેશનથી પીડાઈ રહેલી 17 વર્ષીય તરૂણીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનારી સગીરાના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે અને સગીરા પિતા સાથે રહીને અભ્યાસ કરતી હતી. આપઘાત કરતા પહેલાં સગીરાએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં ડિપ્રેશનમાં આવીને પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટમાં સગીરાએ લખ્યું કે, ‘ હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી’ તેવું સ્યુસાઈડ નોટમાં લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કિશન પાર્કમાં રહેતી આયુષી મહેશભાઈ રાવલ નામની 17 વર્ષીય તરૂણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ સ્થાનિક તાલુકા પોલીસને થતા તાત્કાલિક અસરથી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર દોડી ગયેલી તાલુકા પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન પોલીસને કિશોરીની લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા બાદ આયુષી પિતા સાથે રહીને અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસને આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી, આઈ એમ સોરરી હું નહી જીવી શકું. હાલ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી આપઘાતનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે પણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:રથયાત્રા રૂટમાં ડ્રેનેજ અને ખાડા : રથયાત્રા સમિતિ ભારે રોષમાં

આ પણ વાંચો:તિથલ દરિયો બન્યો તોફાની : માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ

આ પણ વાંચો:સાવલી તાલુકાનાં પસવા ગામમાં સગી જનેતા જ બની કાળ : વાંચો કમકમાટી ભરી ઘટનાની વાત

આ પણ વાંચો:મહાવિમાસણ:મહારાષ્ટ્રમાં કોનું સમીકરણ સાચું પડશે!