ગુજરાત/ એક એવું મંદિર જ્યાં લાઉડ સ્પીકર વગાડી થાય છે આરતી, આખા ગામમાં ગોઠવ્યા છે સ્પીકર

દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી માટે આખા ગામમા લાઉડ સ્પીકર લાગ્યા છે. સુરતના હજીરા ગામ પંચાયત રોડ પર ઠેરઠેર 55 સ્પીકર મૂક્યા છે

Top Stories Gujarat
Untitled 7 34 એક એવું મંદિર જ્યાં લાઉડ સ્પીકર વગાડી થાય છે આરતી, આખા ગામમાં ગોઠવ્યા છે સ્પીકર

વહાણવટી માતા  :દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી માટે આખા ગામમા લાઉડ સ્પીકર લાગ્યા છે. સુરતના હજીરા ગામ પંચાયત રોડ પર ઠેરઠેર 55 સ્પીકર મૂક્યા છે. સાંજે ગામમાં પ્રવેશતાં જ ભક્તિભાવ ભર્યા માહોલની અલૌકિક અનુભૂતિ થાય છે. અહીં 450 વર્ષ પુરાણુ સિગોતર આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. આ પાવન ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં દર્શન કરતા અલૌકિક અનુભુતિનો અહેસાસ ભક્તો કરે છે. અહીં 500 વર્ષ જૂનો ઘટાદાર વડલો પણ છે તેની છાયામાં ચાર સદી અગાઉ માતાજી સ્વયંભૂ પ્રગટ થયાની માન્યતા છે.

દરિયામાંથી માતાજીની મૂર્તિ મળતા દરિયા પાસે જ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા ભક્તો તેમણે વહાણવટી માતા તરીકે પણ ઓળખે છે. ગામના લોકોને આ મંદિર સાથે ઘણી આસ્થા જોડાયેલી છે. જોકે હજીરા ગામની આસપાસ ઘણી કંપનીઓ આવેલી છે. જેનાથી પ્રદૂષણ રોજગારી સહિતના પ્રશ્ન 15 ટકા લોકો બાપદાદાનું ઘર છોડી સુરત સહિતના વિસ્તારોમાં જતા રહ્યા છે. પરંતુ પૌરાણિક મંદિર સાથે જોડાયેલી લાગણી, આસ્થા જોડાયેલી હોવાથી માતાજીના દર્શન કરવા તેઓ અચૂક આવે છે. અહીં બાબરી ઉતારવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

માતાજીની આરતી સમગ્ર ગામમાં સંભળાય તે માટે 55 જેટલા લાઉડ સ્પીકર ગામમાં લગાવાયા છે.જેથી રોજ સાંજે છ વાગ્યા બાદ આરતી સંભળાય છે. લોકોની માંગ હતી કે આખા ગામમાં આરતી સાંભળે તેવી વ્યવસ્થા થવી જોઈએ જેથી પંચાયતે લાઉડ સ્પીકરો લગાડ્યા હતા. જેથી જે લોકોને ઘરે બેઠા માતાજીની ભક્તિ કરવાનો લ્હાવો મળી શકે.