2021 માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જો કે હવે દાદાએ પોતે પણ આ અફવાઓ અંગે મૌન તોડ્યું છે. જણાવી દઇએ કે, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સૌરવ ગાંગુલી 7 માર્ચે કોલકાતામાં યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભાજપમાં જોડાવાના છે. જો કે, દાદા તે રેલીમાં સામેલ થયા ન હોતા.
Cricket / લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો
એક ન્યૂઝ ચેનલને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં દાદાએ કહ્યું છે કે, ભવિષ્ય માટે મારી યોજનાઓ ખુલી છે. ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું હતું કે, “જીવનએ મને ઘણી તકો આપી છે, જોઈએ હવે આગળ શું થાય છે. હવે હું સ્વસ્થ છું અને હું મારું કામ શરૂ કરવા જઇ રહ્યો છુ.” આપને જણાવી દઇએ કે, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાનાં બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈનાં હાલનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આ રેલીમાં સામેલ હોવાનું જણાવાયું હતું, પરંતુ સૌરવ ગાંગુલી આ રેલીમાં સામેલ થયા ન હોતા.આપને જણાવી દઇએ કે, ગાંગુલીને 31 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અગાઉ, હૃદય તરફ જતી ધમનીઓમાં રહેલા અવરોધને દૂર કરવા માટે તેમની વધુ એક એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન, તેને વધુ બે સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા.
Cricket / IPL-14 માં માહીની ટીમ CSK એક અલગ અંદાજમાં મળશે જોવા
આપને જણાવી દઇએ કે, 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો. ઘરેલું જીમમાં કસરત કરતી વખતે ગાંગુલીને છાતીમાં દુખાવો થયો હતો. આ પછી, પરિવારે તેમને તાત્કાલિક કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરાઈ. 7 જાન્યુઆરીએ, સૌરવ ગાંગુલીને વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ 27 જાન્યુઆરીએ ફરી એકવાર સૌરવ ગાંગુલીની તબિયત લથડી ગઇ હતી. તેમને કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે અને કામ પર પાછા ફરી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
