Not Set/ ટ્રમ્પની ‘ના’ બાદ, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બની શકે છે પ્રજાસત્તાક દિવસનાં મહેમાન

ભારતનાં આવતાં વર્ષનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રામાફોસા ચીફ ગેસ્ટ બની શકે છે. આ પહેલાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારનાં ચીફ ગેસ્ટ બનવાનાં આમંત્રણને નકારી દીધી હતી. આ બાબતે વ્હાઈટ હાઉસે ટ્રમ્પનું બીઝી શેડ્યુલ કારણભૂત ગણાવ્યું હતું. સાઉથ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ આ વર્ષનાં ફેબ્રુઆરીમાં જ સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ બન્યા છે. તેઓ […]

Top Stories India
000 ZO0RX ટ્રમ્પની ‘ના’ બાદ, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બની શકે છે પ્રજાસત્તાક દિવસનાં મહેમાન

ભારતનાં આવતાં વર્ષનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રામાફોસા ચીફ ગેસ્ટ બની શકે છે. આ પહેલાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારનાં ચીફ ગેસ્ટ બનવાનાં આમંત્રણને નકારી દીધી હતી. આ બાબતે વ્હાઈટ હાઉસે ટ્રમ્પનું બીઝી શેડ્યુલ કારણભૂત ગણાવ્યું હતું.

સાઉથ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ આ વર્ષનાં ફેબ્રુઆરીમાં જ સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ બન્યા છે. તેઓ મહાત્મા ગાંધીનાં ફોલોઅર છે અને તેઓ ભવિષ્યનાં સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ માટેની નેલ્સન મંડેલાની પસંદગી હતા.

બ્રિકસ ગ્રુપમાં સાઉથ આફ્રિકા મહત્વનું સભ્ય છે. રામાફોસાને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર આમંત્રણ આપવા માટે પણ ભારત સરકાર વિચારી રહી હતી. ઉજવણીને યાદગાર બનાવા માટે તેઓને આમંત્રિત કરવાનાં છે. ગાંધીજી જે દિવસે સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા એ દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય જે અને એની ઉજવણી થોડી મોડી કરવામાં આવશે જેથી પ્રજાસત્તાક દિવસ સાથે એની ઉજવણી લંબાવી શકાય.