India Vs South Africa: ચાર મેચોની T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હરાવ્યું. આ સાથે હવે બંને ટીમો વચ્ચેની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે અને આફ્રિકન ટીમે વાપસી કરી લીધી છે. ભારતીય ટીમે આપેલા 125 રનના લક્ષ્યાંકને યજમાન ટીમે 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 47 રન બનાવ્યા હતા. આ સિવાય કોઝીએ 19 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આજે બંને ટીમો વચ્ચે બીજી મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ હતી.
આજે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન મેકક્રમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.
જીતવા માટે 125 રનનો ટાર્ગેટ
આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા છે. આ જીત માટે દક્ષિણ આફ્રિકાને 125 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે 27 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ
આ દરમિયાન ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આ મેચમાં સંજુ સેમસન શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. સ્કોર 50 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા 4 રન બનાવીને આઉટ થયા હતા, સૂર્ય કુમાર યાદવ 4 રન બનાવીને, તિલક વર્મા 20 રન બનાવીને આઉટ થયા હતા.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, BCCIએ સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા
આ પણ વાંચો: શ્રેયસ અય્યરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ટી20 સ્ટાઈલમાં બેવડી સદી ફટકારી
આ પણ વાંચો: ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પંત ટોપ-10માં જયારે કિંગ કોહલી 10 વર્ષ પછી તેના સૌથી ખરાબ તબક્કામાં…
