Recipe/ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે સોયા ટિક્કી ..

સોયાબીન અને શાકભાજી નાખીને બનાવેલી સોયા ટિક્કી હેલ્ધી છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આને તમે પાર્ટી કે તહેવારમાં પણ બનાવી શકો છો.

Lifestyle
Untitled 72 ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે સોયા ટિક્કી ..

જો તમે સવારે નાસ્તામાં કે સાંજે  રોજ પરોઠા કે બ્રેડ ખાઈને કંટાળ્યા હોય અને કશુંક સ્પાઈસી અને હેલ્ધી ખાવાનું મન હોય તો સોયા ટિક્કી ટ્રાય કરો. સોયાબીન અને શાકભાજી નાખીને બનાવેલી સોયા ટિક્કી હેલ્ધી છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આને તમે પાર્ટી કે તહેવારમાં પણ બનાવી શકો છો. તો જાણી લો રેસિપી …..

Untitled 70 ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે સોયા ટિક્કી ..

સામગ્રી

  • 1 કપ સોયા નગેટ્સ (ચંક્સ)
  • 1 બાફેલો બટાકો
  • 3 ચમચી ગાજરનું છીણ
  • 1 બારીક સમારેલું લીલું મરચું
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી આમચૂર પાઉડર
  • તજ-લવિંગનો પાઉડર- તેલ (પા ચમચી જેટલું)
  • મીઠું સ્વાદ અનુસાર

રીત –

સોયા નગેટ્સને  મિક્સરમાં પીસીને કકરો પાઉડર કરી લો. આ કકરા પાઉડરને ગરમ પાણીમાં 2-3 મિનિટ પલાળી રાખવો. પછી વધારાનું પાણી કાઢી નાખવું. તેમાં ગાજરનું છીણ, બટાકાનો માવો અને અન્ય મસાલા-મીઠું વગેરે ભેળવીને તેમાંથી ટિક્કીનો શેપ આપો. લગભગ આઠ ટિક્કી તૈયાર થશે. નોનસ્ટિક પેનમાં જરૂર મુજબ તેલ મૂકીને બધી ટિક્કી શેલો ફ્રાય કરી લો. પૌષ્ટિક વાનગી સોસ કે દહીંની ચટણી સાથે આરોગો.

Untitled 71 ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે સોયા ટિક્કી ..