Narmada News: ગુજરાતના કેવડીયામાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે. આ વખ brigade પરેડને પહેલી વાર એક મહિલા અધિકારી લીડ કરશે SP સુમન નાલા. ખેડૂત પરિવારની આ દીકરીએ મહિલા સશક્તિકરણનું જીવંત પ્રતીક બનીને દેશભરમાં પ્રેરણા આપી છે.
પરેડ લીડ કરવું: સપનું સાકારથવા જેવું….
સુમન નાલા માટે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની સામે પરેડ લીડ કરવી એ સપનું પૂરું થવા જેવું છે. તેમણે કહ્યું, “મારા પતિ ઓમપ્રકાશ જાટે 2020માં પરેડ લીડ કરી હતી. તેમને જોઈને મને પણ થયું કે મારે પણ આ કરવું છે.” નોંધનીય છે કે પરેડ લીડ કરવાનો મોકો જીવનમાં માત્ર એક જ વાર મળે છે.
પરેડની તૈયારી 20 દિવસ પહેલાં શરૂ થાય છે. 29 ઓગસ્ટે (31 ઓગસ્ટના બે દિવસ પહેલાં) લીડરની પસંદગી નક્કી થાય છે. પ્રેક્ટિસમાં 15 દિવસ ગાંધીનગરમાં અને 5 દિવસ કેવડીયામાં કરવામાં આવે છે. આ વખતે પરેડમાં મહિલા સશક્તિકરણને વિશેષ મહત્વ અપાયું છે.

સુમન નાલા ગુજરાત કેડરની 2021 બેચની IPS અધિકારી છે. હાલ તેઓ પોલીસ અધિક્ષક (ટેકનિકલ અને SCRB), ગુજરાત તરીકે ફરજ બજાવે છે. અગાઉ બનાસકાંઠાના દાંતા વિભાગમાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે કામ કર્યું, જ્યાં:
મહત્વપૂર્ણ તપાસો
સનસનીખેજ ઓનર કિલિંગ કેસ ઉકેલ્યો. ડબલ મર્ડર કેસ માટે SITનું સફળ નેતૃત્વ કર્યું, જેને વ્યાવસાયિક કુશળતા માટે પ્રશંસા મળી.
દાંતાના આદિવાસી વિસ્તારમાં 10 વર્ષથી વધુ સમયથી સામાજિક બહિષ્કારનો ભોગ બનેલા 29 પરિવારોને ઘરે પરત લાવ્યા. વડીલો સાથે સંવાદથી વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો, ઘર પુનઃનિર્માણ, રોજગાર અને પ્રશાસનિક સહાય આપી. આ પ્રયાસથી ન્યાય પ્રણાલી પ્રત્યે વિશ્વાસ અને સામાજિક એકતા મજબૂત થઈ.

IPS પહેલાં
BITS પિલાણીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.E.
Oracleમાં સોફ્ટવેર એન્જિનિયર.
RPFમાં સહાયક સુરક્ષા કમિશનર.
IDAS હેઠળ કોસ્ટ ગાર્ડ માટે નાણાકીય સલાહકાર.
સંશોધન અને સામાજિક કાર્ય
AIIMSમાં મિટ્રલ વાલ્વ પ્રોસ્થેટિક્સ પર અભ્યાસ.
NCAORમાં અતિશય પરિસ્થિતિઓમાં સૂક્ષ્મજીવોના અસ્તિત્વ પર સંશોધન.
પ્રોટીન પોઇન્ટ મ્યુટેશન પ્રેડિક્શનમાં ગણિતીય યોગદાન.
ટાટા જાગૃતિ યાત્રામાં ભાગ લઈ ગ્રામીણ નવીનતા અને સામાજિક ઉદ્યોગસાહસિકતા શીખી.
નિર્માણ અને આશા ફાઉન્ડેશન સાથે શિક્ષણ, સમુદાય વિકાસ અને દિવ્યાંગ સશક્તિકરણમાં સેવા.
સુમન નાલાની આ સફર દર્શાવે છે કે સમર્પણ, શિક્ષણ અને સહાનુભૂતિથી કોઈ પણ સપનું સાકાર કરી શકાય. તેમની પરેડ લીડરશિપ મહિલાઓ માટે નવો આદર્શ સ્થાપશે.
આ પણ વાંચો:‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવણી કેમ કરવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ
આ પણ વાંચો:રાષ્ટ્રીય એકતા દિવસ-2025 : સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવણી
આ પણ વાંચો:31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અમિત શાહ હાજર રહેશે
