chori/ લો બોલો…હોસ્પિટલ પણ નથી સુરક્ષિત, તસ્કરો હોસ્પિટલમાં પણ ત્રાટક્યા

અમદાવાદ સલામતની વાત કરતી શહેર પોલીસની કામગીરીને ધોળીને પી જવાનો કિસ્સો સામને આવ્યો છે. શહેરમાં તસ્કરોએ કોઈ જગ્યા બાકી છોડી નથી કે જ્યાં હવે ચોરીઓ થતી ન હોય. હજી સુધી આપણે સાંભળતા હતા કે દુકાનો મકાનો અને ઓફિસમાં ચોરીઓ થતી હતી પરંતુ હવે હોસ્પિટલમાં પણ ચોરીઓ થવા લાગી છે. તાજેતરમાં જ અમદાવાદના ઘોડાસરમાં ખાનગી ક્લિનિક […]

Ahmedabad Gujarat
chori લો બોલો...હોસ્પિટલ પણ નથી સુરક્ષિત, તસ્કરો હોસ્પિટલમાં પણ ત્રાટક્યા

અમદાવાદ સલામતની વાત કરતી શહેર પોલીસની કામગીરીને ધોળીને પી જવાનો કિસ્સો સામને આવ્યો છે. શહેરમાં તસ્કરોએ કોઈ જગ્યા બાકી છોડી નથી કે જ્યાં હવે ચોરીઓ થતી ન હોય. હજી સુધી આપણે સાંભળતા હતા કે દુકાનો મકાનો અને ઓફિસમાં ચોરીઓ થતી હતી પરંતુ હવે હોસ્પિટલમાં પણ ચોરીઓ થવા લાગી છે.

તાજેતરમાં જ અમદાવાદના ઘોડાસરમાં ખાનગી ક્લિનિક ધરાવતા ડો.બિપિન ઠક્કરને ત્યાં તસ્કરોએ ગત મોડી સાંજે મુલાકાત લીધી હતી. દવાખાનાની શટલનું તાળું તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હતા. કબાટના ડ્રોવરમાં પડેલા રોકડા રૂપિયા 45 હજારની ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. આજે વહેલી સવારે જયારે ડોકટરે પોતાના રાબેતા મુજબ ક્લિનિક ખોલીને રૂપિયા ચેક કરતા ડ્રોવરમાંથી રૂપિયા ગાયબ જોતા ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા. આ મામલે તેમણે ઇસનપુર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ