Gadjets/ લો બોલો!! હવે મોંઘુ થશે મોબાઈલ પર વાત કરવું અને ઈન્ટરનેટનો ઉપયોગ

મોબાઈલ અને ઈન્ટરનેટને લઇને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Tech & Auto
PICTURE 4 227 લો બોલો!! હવે મોંઘુ થશે મોબાઈલ પર વાત કરવું અને ઈન્ટરનેટનો ઉપયોગ

મોબાઈલ અને ઈન્ટરનેટને લઇને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે ગ્રાહકને મોબાઈલ પર વાત કરવી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે, ટેલિકોમ કંપનીઓ 1 એપ્રિલથી દર વધારવાની તૈયારીઓ કરી રહી છે. ઈન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી (આઈસીઆરએ) નાં રિપોર્ટ અનુસાર, કંપનીઓ 1 એપ્રિલથી શરૂ થતાં નાણાંકીય વર્ષ 2021-22 માં તેમની આવક વધારવા માટે ફરી એક વખત ટેરિફમાં વધારો કરી શકે છે. જો કે, તેમની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

કોરોના સંકટ અને ખાસ કરીને લોકડાઉનમાં જ્યાં અન્ય વિસ્તારોની મુશ્કેલીઓ વધી છે. વળી ટેલિકોમ કંપનીઓની સરેરાશ આવક પર રેવન્યૂ પર યૂઝર (એઆરપીયુ) એટલે કે પ્રતિ ગ્રાહક સરેરાશ રાજસ્વમાં સુધારો થયો છે. જો કે, કંપનીઓનાં વધતા જતા ખર્ચને જોતા આ વધારે નથી. આવી સ્થિતિમાં કંપનીઓ મોબાઈલ રેટ વધારીને આની ભરપાઈ કરવાની તૈયારી કરી રહી છે. આ અગાઉ ગયા વર્ષે પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ દરોમાં વધારો કર્યો હતો.

નોંધનીય છે કે, કુલ એજીઆરનું દેવુ રૂ. 1.69 લાખ કરોડ છે. વળી, ફક્ત 15 ટેલિકોમ કંપનીઓએ ફક્ત 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એરટેલનાં આશરે 25,976 કરોડ રૂપિયા, વોડાફોન આઈડિયા 50,399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસિસનું લગભગ 16,798 કરોડ રૂપિયા દેવુ છે. કંપનીઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં 10 ટકા રકમ અને બાકી દેવાની રકમ આવતા વર્ષોમાં ચૂકવવી પડશે.

Auto / દુનિયાની પહેલી ફ્લાઇંગ કાર જેને રસ્તા પર પણ ચલાવી શકશો

mobile / Samsung galaxy M11 સ્માર્ટફોન થયો સસ્તો, જાણો નવી કિંમત

mobile / 6GB રેમ સાથે ખરીદો નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ