ગુજરાત/ રશિયનોને સટ્ટો રમાડવા માટે મહેસાણાનાં મોલિપુરમાં બનાવાયું ખાસ મેદાન : મેચનું કરાયું લાઈવ ટેલિકાસ્ટ

આ મેદાનમાં 20 ઓવરની મેચ રમવામાં આવતીજો કે મેચ રમવા માટે આવતા તમામ ખેલાડીને કેવી રીતે રમવું ક્યારે આઉટ થવું અને ક્યારે કેટલા રન કરવા તેની સૂચના પહેલે થી જ આપવામાં આવતી.

Top Stories Gujarat Others
મહેસાણા

આંતરરાષ્ટીય સ્તરે અને આઈ પી એલ જેવી ક્રિકેટ મેચમાં તો સટ્ટો રમવાનાં અનેક બનાવ તમે જોયા અને સાંભળ્યા હશે, પણ મહેસાણાનાં વડનગર તાલુકાનાં મોલિપુર ગામમાં પકડાયેલો ક્રિકેટ સટ્ટો ભલભલા સટ્ટોડિયાને પણ માથું ખંજવાળતા કરી મૂકે તેવો છે. આ ગામમાં ક્રિકેટ સટ્ટો રમાડવા માટે ખેતરમાં મેદાન બનાવાયું અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરી રશિયામાં બેઠેલા સટ્ટોડિયાની મદદથી મેચ ફિક્સ કરી સટ્ટો રમવામાં આવતો. મહેસાણા એસ ઓ જી પોલીસને ખેતરમાં સટ્ટો રમવા માટે બનાવેલા મેદાનની જાણ થઈ અને રેડ કરી 4 જેટલા શખ્સ ને ઝડપી લીધા હતા.

ક્રિકેટ સટ્ટો રમવા માટે મેદાન બનાવીને ખેલાડીઓને 400 રૂપિયા આપવામાં આવતા હતા. અમ્પાયરને રશિયાથી ખાસ સૂચના અપાતી હતી. તે સૂચના મુજબ વિકેટ આપવામાં આવતી. વડનગર તાલુકાના મોલિપુર ગામમાંથી પકડાયેલો ક્રિકેટ સટ્ટો અન્ય ક્રિકેટ સટ્ટા કરતા કૈક અલગ છે.આપણે ત્યાં આઈ પી એલ અને અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અનેક વખત ક્રિકેટ સટ્ટો પકડાયો છે.પણ મોલિપુર ગામમાં પકડાયેલા ક્રિકેટ સટ્ટાએ પોલીસને પણ વિચારતી કરી દીધી છે. આ ગામમાં દાવડા સોએબ અબ્દુલ મજીદ નામના શખ્સએ સટ્ટો રમાડવા માટે આખું મેદાન તૈયાર કર્યું હતું અને આ મેદાનમાં 20 ઓવરની મેચ રમવામાં આવતીજો કે મેચ રમવા માટે આવતા તમામ ખેલાડીને કેવી રીતે રમવું ક્યારે આઉટ થવું અને ક્યારે કેટલા રન કરવા તેની સૂચના પહેલે થી જ આપવામાં આવતી. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતું. આ માટે CRICHEROES નામની એપ્લિકેશન ઉપર સેન્ચ્યુરી હિટર નામની ટીમ રજીસ્ટર્ડ કરવામાં આવી હતી. આ ટીમ માટે મહમદ સાકીબ નામના શખ્સનું ટેલિગ્રામ એકાઉન્ટ ઓપન રાખી રશિયામાં બેઠેલા આસિફ મહમદ નામના શખ્સની સૂચના મુજબ મેચ રમવામાં આવતી.

આ બાબતે પીઆઈ બી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે બાતમી આધારે આ આખા રેકેટની પકડી લીધું છે. અને હાલમાં પોલીસ દ્વારા 4 શખ્સની સ્થળ ઉપરથી રૂ. 3 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. રશિયામાં બેઠેલા શખ્સને વોન્ટેડ દર્શાવાયો છે. પકડાયેલા શખ્સો દ્વારા કેટલા સમયથી અને કેટલી રકમનો સટ્ટો રમવામાં આવ્યો તેની હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં વરસાદી વિરોધ : લોકોએ ગંદા પાણીમાં બેસી કરી સ્વચ્છતા અને સુવિધાની માગ