Not Set/ અમદાવાદ/ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાંથી ગોંધી રાખવામાં આવેલી યુવતીના માતા-પિતાની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

અમદાવાદનાં હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. આ  હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ ખાતે દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. દક્ષિણભારત અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની મોટી કુલ 40 કે તેથી વધુ યુવતી-કિશોરીઓને બેંગ્લોર આશ્રમ […]

Top Stories Ahmedabad Gujarat
hathijan અમદાવાદ/ હાથીજણનાં નિત્યાનંદ આશ્રમમાંથી ગોંધી રાખવામાં આવેલી યુવતીના માતા-પિતાની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

અમદાવાદનાં હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. આ  હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ ખાતે દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. દક્ષિણભારત અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની મોટી કુલ 40 કે તેથી વધુ યુવતી-કિશોરીઓને બેંગ્લોર આશ્રમ ખાતેથી તેમના પરિવાર જનોની જાણ બહાર જ અમદાવાદ શિફ્ટ કરવામાં આવી છે.

પરિવારજનોની વારંવાર વિનંતી છતાંય આ કિશોરી-યુવતીના માતા-પિતાને તેમના બાળકો સાથે મળવા દેવામાં આવતા નથી

મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ મુલાકાતમાં આ યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે, તેઓ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બેંગ્લોર ખાતે આ આશ્રમ સાથે સંકળાયેલા છે. અને આશ્રમની પ્રવૃતિથી પ્રેરાઈને તેમના બાળકોમાં સારા સંસ્કાર મળે તેવા ઉમદા આશય થી તેમને તેમના ચારેય બાળકોને છ વર્ષ પહેલા બેંગ્લોર ખાતે નિત્યાનંદ આશ્રમમાં દીક્ષા લીધી હતી.

પરંતુ 2 જાન્યુઆરી 2019ના રોજ કોઈ પણ જાણકારી વિના ચારેય બાળકોને અમદાવાદ ખાતે સિફટ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ 5 વખત અમદાવાદના ધક્કા ખાવા છતાય આશ્રમ પરિશર વતી  માતા-પિતાને બાળકો સાથે મુલાકાત કરવા દેવામાં આવી નાં હતી.

માતા-પિતાના જણાવ્યા અનુસાર તેમની મોટી દીકરી જે હવે પુખ્ત બની છે જેની ઉમર 22 વર્ષની છે તેને છેલ્લા દોઢ વર્ષથી પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં આવી નથી. જયારે તેમની બીજી દીકરી જે આશ્રમમાં પ્રમોશનનું કામ કરે છે. તેણીએ  એક વિડીઓ પોસ્ટ કરીને તેની સાથે આશ્રમમાં તેની સાથે દુષ્કર્મ અને અજુગતું બન્યાનું જણાવ્યું હતું. જેને લઈને તેના માતા-પિતા છેલ્લા એક સપ્તાહ થી તેને મળવા માટે અમદાવાદ આવ્યા છે, પરંતુ તેની ને માતા-પિતા સાથે મુલાકાત કરવા દેવામાં આવી નથી. છેલ્લે આશ્રમ સત્તાવાળા તરફથી  બીજા નંબરની દીકરીના હસ્તે લેખિત એક પત્ર તેના માતાપિતાને આપવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે હું આશ્રમ ખાતે જ રહેવા માંગું છું, માતા-પિતા પાસે પછી જવા માંગતી નથી.

માતાપિતાની ઈચ્છા છેકે તેમની બીજા નંબરની દીકરી જે આશ્રમ પરિશર માં હાજર છે તેની સાથે તેમને એક વાર મુલાકાત કરવામાં આવે. દુનિયાનો કોઈ કાયદો માતા-પિતાને તેમના બાળકો ને માળતા રોકી શકતો નથી. જયારે બીજા નંબરની દીકરીના પત્રના આધારે પોલીસ સત્તાવાળા એ આશ્રમમાં કોઈ જ અજુગતું નહિ બન્યા નો એટલે કે સબ સલામત નો રાગ અલાપ્યો છે.

તેમના બે બાળકો જે હજુ પણ સગીર છે તેમને આશ્રમ સંચાલકો દ્વારા માતા-પિતાને પરત સોપવામાં આવ્યા છે. માતાપિતાએ આરોપ મૂક્યો છે કે તેમની મોટી દીકરીને સ્વામી નિત્યાનંદે તેમની પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.