Gujarat/ નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નથી, તમામને પકડવા CID ક્રાઈમની ખાસ ડ્રાઈવ

લાંબા સમયથી ભાગેડુ આરોપીઓને શોધવા માટે રાજ્યનાં પોલીસવડા આશિષ ભાટિયાએ સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો છે..10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી સીઆઈડી ક્રાઈમ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરાશે…

Ahmedabad Gujarat
11 5 sixteen nine 17 નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નથી, તમામને પકડવા CID ક્રાઈમની ખાસ ડ્રાઈવ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

લાંબા સમયથી ભાગેડુ આરોપીઓને શોધવા માટે રાજ્યનાં પોલીસવડા આશિષ ભાટિયાએ સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી સીઆઈડી ક્રાઈમ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરાશે. આ ડ્રાઈવમાં રાજ્યનાં તમામ પોલીસ એકમોનાં વડાને લાંબા સમયથી નાસતા ફરતા હોય અથવા તો ગંભીર ગુનામાં ભાગતા ફરતા હોય અથવા તો અન્ય રાજ્યમાં ભાગી ગયેલા આરોપીઓને શોધી કાઢવા કવાયત હાથ ધરવા સૂચન કરાયુ છે.

આ ડ્રાઈવ દરમ્યાન ખૂન, ખંડણી, લૂંટ, સમાજમાં ભય અથવા તો આતંકનો માહોલ ઉભો કરનાર, શરીર સંબંધી ગુના જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભાગતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા સૂચન કરાયુ છે. તે ઉપરાંત પેરોલ જમ્પ કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા સધન પ્રયત્નો હાથ ધરાશે.

11 5 sixteen nine 18 નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નથી, તમામને પકડવા CID ક્રાઈમની ખાસ ડ્રાઈવ

આ ડ્રાઈવ દરમ્યાન ભાગી ગયેલા હોય તેવા આરોપીઓ સામે સંબંધીત કોર્ટમાંથી સીઆરપીસી કાયદાની કલમ 70 મુજબ ભાગેડુ હોવા અંગેનું વોરંટ કાઢવા પણ પ્રયત્નો કરાશે.. તે પછી પણ જો આરોપી ન મળે તો તેની મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવા માટે તમામ અધિકારીઓને સૂચના અપાઈ છે. આ ખાસ ડ્રાઈવનું મોનીટરીંગ સીઆઈડી ક્રાઈમનાં ડીજીપી દ્વારા કરવામાં આવશે.

Ahmedabad: CID ક્રાઈમની અમદાવાદમાં તવાઈ, ડુપ્લીકેટ કપડા વેચાણ કરતી દુકા…

Ahmedabad: ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો…

Ahmedabad: સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો