Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : સચિન તેંડુલકર મુશ્કેલીના સમયમાં સ્ટીવ સ્મિથની સાથે, ટ્વીટ કરીને કહ્યું…

ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર મુશ્કેલીના સમયમાં સ્ટીવ સ્મિથની સાથે છે, બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સ્મિથે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી. આ દરમિયાન સ્મિથે જણાવ્યું, […]

Top Stories
sachin બોલ ટેમ્પરિંગ વિવાદ : સચિન તેંડુલકર મુશ્કેલીના સમયમાં સ્ટીવ સ્મિથની સાથે, ટ્વીટ કરીને કહ્યું...

ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર મુશ્કેલીના સમયમાં સ્ટીવ સ્મિથની સાથે છે, બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સ્મિથે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી. આ દરમિયાન સ્મિથે જણાવ્યું, “આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે”.

સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘સ્મિથને આ વાતનો પછતાવો છે. તેમના પરિવાર વિષે વિચારો કારણ કે ખેલાડીઓ સાથે તેમના પરિવારને પણ આ બધુ સહન કરવું પડે છે. હવે સમય આવી ગયો છે કે આપને પાછળ હટીએ અને તેમને થોડો સમય આપીએ’.

તમને જણાવી દઈકે સ્મિથે ગુરુવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વિવાદ માટે તે કોઈ પણ સજા ભોગવવા માટે તૈયાર છે. સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલે પૂરી જિમ્મેદારી લીધી હતી અને આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે. આ મારા નેતૃત્વની નિષ્ફળતા છે. મારા દ્વારા ખોટા નિર્ણય લેવાની ગંભીર ભૂલ થઇ છે અને આ તમામ માટે હું જવાબદાર છું.

કેટલાક સારા લોકો પણ ભૂલ કરે છે. મેં પણ મોટી ભૂલ કરી છે અને મારા દ્વારા આ વિવાદ કરવામાં આવ્યો. હું આ માટે શરમ અનુભવું છું, અને હું ક્રિકેટની રમતને પ્રેમ કરું છું. હું યુવાન ખેલાડીઓને ક્રિકેટની રમત માટે પ્રેરિત કરી રહ્યો છું. હું ઈચ્છુ છું કે બાળકો આ રમત રમે. મારા દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રશંસકોને મે જે પીડા આપી છે એના માટે હું માફી માંગું છું.