Not Set/ ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

સેન્ચુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની અંતિમ વન-ડેમાં ભારતીય ટીમે ૮ વિકેટે વિજય મેળવી આફ્રિકાને સીરીઝમાં ૫-૧ હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ માત્ર ૨૦૪ રન પર જ સમેટાઈ ગઈ હતી અને ભારતે આ ટાર્ગેટ માત્ર ૩૨.૧ ઓવરમાં જ 2 વિકેટના નુકશાને વટાવી […]

Sports
Virat Kohli 10 ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

સેન્ચુરિયન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની અંતિમ વન-ડેમાં ભારતીય ટીમે ૮ વિકેટે વિજય મેળવી આફ્રિકાને સીરીઝમાં ૫-૧ હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ માત્ર ૨૦૪ રન પર જ સમેટાઈ ગઈ હતી અને ભારતે આ ટાર્ગેટ માત્ર ૩૨.૧ ઓવરમાં જ 2 વિકેટના નુકશાને વટાવી દીધો હતો. ભારતની ઇનિંગ્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની ૩૫મી સદી ફટકારી હતી. આ શાનદાર સદી સાથે જ વિરાટ કોહલીએ રેકોર્ડની હારમાળા સર્જી હતી. આ ઉપરાંત ૬ ODI મેચની શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર પરફોર્મન્સના આધારે તેમને મેન ઓફ ધ સીરીઝ અને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

virat ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

કેપ્ટન વિરાટ કોહલીએ આફ્રિકા સામેની વન-ડે સીરીઝ દરમિયાન બનાવ્યા આ વર્લ્ડ રેકોર્ડ,

૧. એક દ્વિપક્ષીય સીરીઝમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ રન

india s captain virat kohli plays a sho tduring the second one day international odi match between west indies and india 1518759119 ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 6 મેચની સીરીઝમાં 186ની એવરજથી કુલ 558 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી અને 1અડધી સદી ફટકારી હતી. જે કોઈ પણ બેટ્સમેન દ્વારા એક દ્વિપક્ષીય સીરીઝમાં સૌથી વધુ રન છે.

આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના સાથી ઓપનર બેટ્સમેન રોહિત શર્માના નામે હતો. રોહિત શર્માએ ૨૦૧૩-૧૪માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દ્વિપક્ષીય વન ડે સિરીઝમાં 491 રન બનાવ્યા હતા.

૨. સૌથી ઝડપી ૯૫૦૦ રન

indian batsman virat kohli gestures after scoring a century 1518759106 ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય કેપ્ટન આ સાથે સૌથી ઝડપી ૯૫૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ માત્ર ૨૦૮ વન-ડે મેચની ૨૦૦મી ઇનિંગ્સમાં ૯૫૦૦ રન ફટકારી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એ બી ડીવિલિયર્સના રેકોર્ડને તોડી નાખ્યો છે.

આ પહેલા ગત વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ વિગૂદ્ધ એ બી ડીવિલિયર્સે ૨૧૫ ઇનિંગ્સમાં ૯૫૦૦ રન ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પરંતુ માત્ર ૪ મહિનામાં આ રેકોર્ડ ભારતીય કેપ્ટને પોતાના નામે કર્યો છે.

૩. ૩૦ વર્ષની વય સુધી સૌથી ઝડપી ૩૫ સદી

virat kohli celebrates his ton against new zealand 1518759139 ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

દક્ષિણ આફ્રિકા સામેની ૬ વન-ડે સીરીઝમાં ત્રણ સદી ફટકારવાની સાથે ભારતીય કેપ્ટન કોહલી ૩૦ વર્ષની વય સુધી સૌથી ઝડપી ૩૫ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ૩૦ વર્ષની વય સુધી સૌથી વધુ ૩૪ સદી ફટકારી છે.

૪. ત્રણ ફોર્મેટમાં સૌથી ઝડપી ૧૭૦૦૦ રન

31 1518759085 ભારતીય કેપ્ટન કોહલીએ સર્જી રેકોર્ડની હારમાળા, જુઓ માત્ર એક ક્લિક પર

દક્ષિણ આફ્રિકા સામેની ૬ વન-ડે મેચની સીરીઝમાં ૫૫૮ રન બનાવવાની સાથે જ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી ૧૭૦૦૦ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટને ૩૬૩ ઇનિંગ્સમાં રન ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ પહેલા દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા૩૮૧ ઇનિંગ્સમાં ૧૭૦૦૦ રન ફટકાર્યા હતા.