Not Set/ સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડરે ૧ ઓવરમાં ફટકાર્યા ૩૭ રન, પણ આ રેકોર્ડથી રહ્યો વંચિત, જુઓ

સાઉથ આફ્રિકન ટીમના ઓલરાઉન્ડર જે પી ડુમિનીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ૧ ઓવરમાં ૩૭ રન ફટકાર્યા હતા. મોમેન્ટ વન-ડે કપમાં કેપ કોબ્રાસની ટીમ તરફથી રમતા ૩૩ વર્ષીય ડુમિનીએ ૭ સિક્સર અને ૨ ફોર સાથે ૩૭ બોલમાં ૭૦ રન ફટકારી ટીમને ૮ વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. પણ તે ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના વર્લ્ડ રેકોર્ડથી વંચિત રહ્યો હતો. પ્રથમ બેટિંગ […]

Sports
unnamed સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડરે ૧ ઓવરમાં ફટકાર્યા ૩૭ રન, પણ આ રેકોર્ડથી રહ્યો વંચિત, જુઓ

સાઉથ આફ્રિકન ટીમના ઓલરાઉન્ડર જે પી ડુમિનીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ૧ ઓવરમાં ૩૭ રન ફટકાર્યા હતા. મોમેન્ટ વન-ડે કપમાં કેપ કોબ્રાસની ટીમ તરફથી રમતા ૩૩ વર્ષીય ડુમિનીએ ૭ સિક્સર અને ૨ ફોર સાથે ૩૭ બોલમાં ૭૦ રન ફટકારી ટીમને ૮ વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. પણ તે ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના વર્લ્ડ રેકોર્ડથી વંચિત રહ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા નાઇટ્સની ટીમે ૫૦ ઓવરમાં ૨૩૯ રન ફટકાર્યા હતા. ૨૪૦ રનનો ટાર્ગેટનો પીછો કરતા કેપ કોબ્રાસની ટીમે ૨ વિકેટે આ સ્કોરને વટાવ્યો હતો. જે પી ડુમિનીએ ૩૭ બોલમાં ૭૦ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ડુમિનીએ નાઇટ્સની ટીમના લેગ સ્પિનર એ ડી લીના ઓવરમાં પ્રથમ ચાર બોલમાં ૪ સિક્સર, પાંચમાં બોલ પર ૨ રન અને અંતિમ બોલ નો બોલ રહેતા ૨ રણ લીધા હતા. અંતિમ અને ફ્રિ હિટના બોલે સિક્સર ફટકારી ૩૭ રન ફટકાર્યા હતા. પરંતુ આફ્રિકન ઓલરાઉન્ડર વર્લ્ડ રેકોર્ડ તોડવામાં વંચિત રહી ગયો હતો.

ડોમેસ્ટિક અને વન-ડે ઇન્ટરનેશનલની વાત કરવામાં આવે તો એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના નામે છે. તેણે ૨૦૧૩-૧૪માં ઢાકામાં શેખ જમાલ ટીમ તરફથી રમતા અબાહની લિમિટેડ ટીમના બોલર અલાઉદ્દીન બાબૂની એક ઓવરમાં ૩૯ રન બનાવ્યાં હતાં.