Not Set/ ડોપ ટેસ્ટમાં ક્રિકેટર યુસુફ પઠાણ ફેલ, BCCI એ ૫ મહિના માટે કર્યો સસ્પેન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા અને ૨૦૧૧ ની વર્લ્ડકપની ટીમના સદસ્ય યુસુફ પઠાણ અંગે એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ માહિતી મુજબ, યુસુફ પઠાણ હાલમાં એક ટુર્નામેન્ટ દરમિયાન ડોપ ટેસ્ટમાં નાપાસ થઈ ગયો છે. તેમજ આ દાવા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમની ટીમ વડોદરાને સૂચના આપી હતી […]

Top Stories
633014 yusuf pathan ડોપ ટેસ્ટમાં ક્રિકેટર યુસુફ પઠાણ ફેલ, BCCI એ ૫ મહિના માટે કર્યો સસ્પેન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા અને ૨૦૧૧ ની વર્લ્ડકપની ટીમના સદસ્ય યુસુફ પઠાણ અંગે એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ માહિતી મુજબ, યુસુફ પઠાણ હાલમાં એક ટુર્નામેન્ટ દરમિયાન ડોપ ટેસ્ટમાં નાપાસ થઈ ગયો છે. તેમજ આ દાવા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમની ટીમ વડોદરાને સૂચના આપી હતી કે, તેમને ટીમમાં ન લેવામાં આવે એવી માહિતી સામે આવી છે. તેમજ BCCIએ યુસુફ પઠાણ પર ૫ મહિનાનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

એક જાણીતા અખબારના દાવા પ્રમાણે, યુસુફ પઠાણે તબિયત ખરાબ હોવાના કારણે દવા લીધી હતી, જેમાં “બ્રોઝીટ” નામની દવા પણ શામેલ હતી. બ્રોઝીટનો સમાવેશ પ્રતિબંધિત દવાઓમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, યુસુફ પઠાણ એવો બીજો ક્રિકેટર છે, જે ડોપ ટ્રેસ્ટમાં ફેઇલ થયો છે. આ પહેલા ૨૦૧૩માં દિલ્હીનો મીડિયમ પેસર પ્રદીપ સાંગવાન પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થયો હતો અને તેના પર ૧૮ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો.

યુસુફ પઠાણે ટીમ ઇન્ડિયા તરફથી ૫૭ આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં ૮૧૦ રન જયારે ૨૨ ટી-20 મેચમાં ૨૩૬ રન ફટકારી ચૂક્યો છે. તેણે છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ૨૦૧૨માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જ્હોનિસબર્ગમાં રમી હતી.