Not Set/ કોણ છે આ IPLની મીસ્ટ્રી ગર્લ જેણે હાથમાં પકડ્યું બેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL(આઈપીએલ)ની સીઝન 11ના દરમિયાન મિસ્ટ્રી ગર્લના નામથી જાણીતી થયેલી માલતી ચાહર એક વાર ફરી ચર્ચામાં છે.મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતી માલતીએ હાથમાં બેટ પકડીને નેટ પ્રેક્ટીસ કરી હતી.માલતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તાપમાં નેટ પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે માલતી હેલ્મેટ લગાવ્યા વિના જ આગરા […]

Sports
ahndd 6 કોણ છે આ IPLની મીસ્ટ્રી ગર્લ જેણે હાથમાં પકડ્યું બેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL(આઈપીએલ)ની સીઝન 11ના દરમિયાન મિસ્ટ્રી ગર્લના નામથી જાણીતી થયેલી માલતી ચાહર એક વાર ફરી ચર્ચામાં છે.મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતી માલતીએ હાથમાં બેટ પકડીને નેટ પ્રેક્ટીસ કરી હતી.માલતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તાપમાં નેટ પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે માલતી હેલ્મેટ લગાવ્યા વિના જ આગરા સ્થિત ચાહર ક્રિકેટ એકેડમીમાં નેટ પ્રેક્સિટ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે માલતીનો ભાઇ ચેન્નઈ સુપર કિંગ્સનો 25 વર્ષના ઝડપી બોલર દીપક ચાહર છે. માલતીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હું પ્રેક્ટિસથી બહાર છું. આ તડકો જીવલેણ છે, તે બધા ખેલાડીઓને સલામ કરું છે જે આટલા તડકા અને ઠંડીમાં પણ રમે છે. આ એક લેધરનો બોલ છે.’

https://youtu.be/e5t24lYPZkg

માલતીએ સમગ્ર આઈપીએલ દરમિયાન સીએસકેને સપોર્ટ કર્યો અને તે યેલો ટી-શર્ટ પહેરીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. માલતીના નાના ભાઈ રાહુલ ચાહર પણ આ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક નહોતી મળી.

દીપક ચાહરની બહેન માલતી સીએસકેની દરેક મેચ જોવા આવતી હતી. તે એવા સમયે ચર્ચામાં આવી, જ્યારે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. વાઈરલ ફોટોમાં માલતી ખૂબ જ અલગ રિએક્શન આપતી દેખાઈ રહી હતી. તસવીર વાઈરલ થયા બાદ લોકોના મનમાં આ સવાલ આવ્યો કે તે કોણ છે? તેને ઈન્ટરનેટ પર પારલે-જી ગર્લ પણ કહી રહ્યા હતા. બાદમાં જાણ થઈ કે સીએસકેને સપોર્ટ કરનારી મિસ્ટ્રી ગર્લ કોઈ બીજું નહીં પણ દીપક ચાહરની બહેન છે.

માલતીએ સમગ્ર આઈપીએલ દરમિયાન સીએસકેને સપોર્ટ કર્યો અને તે યેલો ટી-શર્ટ પહેરીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. માલતીના નાના ભાઈ રાહુલ ચાહર પણ આ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક નહોતી મળી.