Cricket/ ઈંગ્લેન્ડ ટોસ જીત્યા બાદ એકવાર ફરી બેકફૂટ પર, 100 રનની અંદર ગુમાવી 4 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્યારે આ સવારે ટોસ જીતીને ઈંગ્લેન્ડ ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Sports
Mantavya 63 ઈંગ્લેન્ડ ટોસ જીત્યા બાદ એકવાર ફરી બેકફૂટ પર, 100 રનની અંદર ગુમાવી 4 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્યારે આ સવારે ટોસ જીતીને ઈંગ્લેન્ડ ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે નિર્ણય હાલમાં ઉલટો પડ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જી હા હાલમાં ઈંગ્લેન્ડની ટીમ બેકફૂટ પર દેખાઇ રહી છે. ટીમ હજુ 100 નો આંકડો પણ પાર કરી શકી નથી અને તેની 4 વિકેટ પડી ગઇ છે. સમાચાર લખાય ત્યા સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 78 રન પર 4 વિકેટ નોંધાયો હતો, હાલ ઇંગ્લેન્ડનો સ્કોર સ્ટોકની અડધી સદીની મદદે 155/4 છે.

 

Cricket / આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા ‘સેમિફાઇનલ’ જેવી બનશે સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી અને ચોથી મેચ આજે મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાકીની બે મેચ જીતીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે, ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવી પડશે અથવા આ મેચને  ડ્રો તરફ જાય તેવુ કરવુ પડશે. જો તેમ નથી થતુ તો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જવાનું સ્વપ્ન અધૂરું રહેશે. ચોથી મેચ પણ તે જ મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ બે દિવસથી ઓછા સમયમાં ત્રીજી મેચ જીતી લીધી હતી.

Cricket / ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ