Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન સ્ટીવ સ્મિથને કયા કારણોસર મળી 3 કિ.મી. ચાલવાની સજા

બ્રિસ્બેનનાં ગાબા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ઇનિંગ્સ અને 5 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેને એક-એક સદી ફટકારી હતી. પરંતુ જે ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન પર સૌ કોઇની નજર હતી, તે ફક્ત 4 રન બનાવીને યાસિર […]

Uncategorized
Steve Smith સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન સ્ટીવ સ્મિથને કયા કારણોસર મળી 3 કિ.મી. ચાલવાની સજા

બ્રિસ્બેનનાં ગાબા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ઇનિંગ્સ અને 5 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેને એક-એક સદી ફટકારી હતી. પરંતુ જે ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન પર સૌ કોઇની નજર હતી, તે ફક્ત 4 રન બનાવીને યાસિર શાહની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. હા, અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન સ્ટીવ સ્મિથ વિશે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાનનાં કોચ મિસ્બાહ-ઉલ-હક અને પૂર્વ કેપ્ટન વસીમ અકરમ સતત ટીમનાં બોલરોને સ્ટીવ સ્મિથને કેવી રીતે આઉટ કરવા તે કહેતા હતા, જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા.

પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભલે ઈનિંગથી જીત મેળવી શક્યું હોય, પરંતુ વિશ્વનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન સ્ટીવ સ્મિથ તેના પ્રદર્શનથી ભારે નારાજ દેખાયો હતો. તેના નબળા પ્રદર્શનને કારણે તેણે પોતાની જાતને સજા પણ આપી હતી. સજા તરીકે, સ્ટીવ સ્મિથ બ્રિસ્બેનનાં ગાબા સ્ટેડિયમથી હોટલમાં પહોંચવા માટે ટીમ બસની જગ્યાએ પગપાળા ચાલ્યો હતો. ગાબાથી હોટલનું અંતર લગભગ 3 કિલોમીટર છે, જે સ્મિથે ચાલીને પૂરુ કર્યું હતુ. પોતાને આપેલી આ સજા અંગે પત્રકારો સાથે વાત કરતા સ્મિથે કહ્યું, “જ્યારે હું મેચમાં રન બનાવી શકતો નથી ત્યારે હું હંમેશાં મારી જાતને સજા આપુ છું.” અને જો હું મેચમાં સારું સ્કોર કરું છું, તો હું મારી જાતને ઇનામ તરીકે ચોકલેટ પણ આપું છું.

તેણે વધુમાં કહ્યું કે, “જો હું મેચમાં સ્કોર કરવામાં અસમર્થ હોઉં, તો મને હંમેશા દોડવું, જીમમાં જવું અથવા આવું કંઇક કરવું ગમે છે.” ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બીજી મેચ 29 નવેમ્બરથી એડિલેડમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે, જેના માટે બંને ટીમો સતત પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચમાં, એકવાર ફરી દરેકની નજર સ્ટીવ સ્મિથ પર રહેશે. આ સિવાય પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ પર પણ મોટી જવાબદારી રહેશે. તેણે બ્રિસ્બેન ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.