Not Set/ CICના RTI નિર્ણયને લઈ શીંગડા ઉચકવાની તૈયારીમાં BCCI, આપી શકે છે આ પડકાર

નવી દિલ્હી, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમીશન (CIC) દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને RTIના ડાયરામાં લાવવા માટે જણાવવામાં આવ્યું છે, ત્યારે હવે BCCI સીઆઈસીના આ નિર્ણયને પડકારવાની તૈયારીમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક ઉચ્ચ અધિકારી દ્વારા RTIના મામલાને નીપટવા માટે COAની કમિટી પર જાણી જોઇને બેજવાબદારી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે CIC દ્વારા કરવામાં આવેલા […]

Top Stories Trending Sports
bcci logo Copy CICના RTI નિર્ણયને લઈ શીંગડા ઉચકવાની તૈયારીમાં BCCI, આપી શકે છે આ પડકાર

નવી દિલ્હી,

સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમીશન (CIC) દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને RTIના ડાયરામાં લાવવા માટે જણાવવામાં આવ્યું છે, ત્યારે હવે BCCI સીઆઈસીના આ નિર્ણયને પડકારવાની તૈયારીમાં છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના એક ઉચ્ચ અધિકારી દ્વારા RTIના મામલાને નીપટવા માટે COAની કમિટી પર જાણી જોઇને બેજવાબદારી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

BCCI HEADQUARTER CICના RTI નિર્ણયને લઈ શીંગડા ઉચકવાની તૈયારીમાં BCCI, આપી શકે છે આ પડકાર
sports-bcci-likely-challenge-central-information-commission-ruling-cricket-board-brought-under-rti-act

જો કે CIC દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો મતલબ છે કે, BCCIને એક રાષ્ટ્રીય ખેલ મહાસંઘ માનવામાં આવશે.

CICના નિર્ણય માટે COA છે જવાબદાર 

બીજી બાજુ BCCI રાઈટ ટુ ઇન્ફર્મેશન (RTI )ના કાયદા હેઠળ લાવવાના નિર્ણયનો વિરોધ કરે છે અને પોતાને એક સ્વાયત્ત સંસ્થા બતાવે છે. બોર્ડનું માનવું છે કે, આ ઝટકા પાછળ COA જવાબદાર છે.

Central Information Commission CICના RTI નિર્ણયને લઈ શીંગડા ઉચકવાની તૈયારીમાં BCCI, આપી શકે છે આ પડકાર
sports-bcci-likely-challenge-central-information-commission-ruling-cricket-board-brought-under-rti-act

અત્રે ઉલ્લેખનીય છે કે, CIC દ્વારા BCCIને આદેશ આપવામાં આવ્યો છે કે, “RTIના કાયદા હેઠળ બોર્ડ દ્વારા ઓનલાઈન અને ઓફ લાઈન માહિતી આપવાની પ્રણાલીને ૧૫ દિવસમાં લાગુ કરવામાં આવે”.

આ મામલે BCCIના એક અધિકારીએ કહ્યું છે કે, “BCCI આંશિક રીતે RTIના ડાયરામાં આવવા માંગે છે, પરંતુ ટીમ સિલેકશન જેવા મુદ્દે તેઓ ખુલાસો કરી શકતા નથી. શું આ એક મજાક છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “જો BCCI આ સીઆઈસીના નિર્ણયને પડકારે છે તો આ મામલે વચ્ચેનો રસ્તો નહિ હોય. મળશે તો બધું જ, બાકી કઈ પણ નહી”.