Not Set/ ભજ્જીની ગૂગલી: 50 લાખની વસ્તી વાળો દેશ રમે છે ફાઇનલ અને આપણે રમીએ છીએ હિન્દૂ-મુસલમાન

ભજ્જીના નામથી મશહૂર ભારતીય ક્રિકેટર અને સ્પિનર હરભજન સિંહે ફિફા વિશ્વકપના બહાને દેશની રાજનીતિ પર મોટો હુમલો કર્યો છે. ક્રોએશિયાના ફાઇનલ રમવા પર ટ્વિટ કર્યું હતું. જેમાં એમણે કહ્યું કે ક્રોએશિયા ફટબોલ વર્લ્ડ કપનો ફાઇનલ રમ્યું અને આપણે 135 કરોડ ભારતીય હિન્દૂ-મુસલમાન રમી રહ્યા છીએ. રવિવારે રાત્રે રમાયેલા ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં ક્રોએશિયાને 4-2થી હારનો […]

Top Stories India World Sports
704015 harbhajan singh zee ભજ્જીની ગૂગલી: 50 લાખની વસ્તી વાળો દેશ રમે છે ફાઇનલ અને આપણે રમીએ છીએ હિન્દૂ-મુસલમાન

ભજ્જીના નામથી મશહૂર ભારતીય ક્રિકેટર અને સ્પિનર હરભજન સિંહે ફિફા વિશ્વકપના બહાને દેશની રાજનીતિ પર મોટો હુમલો કર્યો છે. ક્રોએશિયાના ફાઇનલ રમવા પર ટ્વિટ કર્યું હતું. જેમાં એમણે કહ્યું કે ક્રોએશિયા ફટબોલ વર્લ્ડ કપનો ફાઇનલ રમ્યું અને આપણે 135 કરોડ ભારતીય હિન્દૂ-મુસલમાન રમી રહ્યા છીએ. રવિવારે રાત્રે રમાયેલા ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ક્રોએશિયાના કઠોર સંઘર્ષની કહાણીથી લોકો પ્રભાવિત થઇ રહ્યા છે.

fracro s e1531728466456 ભજ્જીની ગૂગલી: 50 લાખની વસ્તી વાળો દેશ રમે છે ફાઇનલ અને આપણે રમીએ છીએ હિન્દૂ-મુસલમાન

હરભજન સિંહે રવિવારે રમાયેલા ફાઇનલ પહેલા ટ્વિટ કર્યું હતું. પરંતુ નિશાના પર દેશની રાજનીતિ આવી ગઈ હતી. હરભજને કહ્યું કે લગભગ 50 લાખની વસ્તી વાળા ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડ કપ અને આપણે 135 કરોડ ભારતીય હિન્દૂ-મુસલમાન રમી રહ્યા છીએ. વિચાર  બદલો, દેશ બદલાશે.

જણાવી દઈએ કે ફ્રાન્સ ફૂટબોલનું નવું ચેમ્પિયન બની ગયું છે. 20 વર્ષ બાદ ફ્રાંસે વર્લ્ડ ચેમ્પિયનનું ખિતાબ પોતાના નામે કર્યું છે. રશિયામાં રમાયેલા ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી હાર આપી હતી. વર્ષ 1998 બાદ બીજી વાર ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયન બન્યું. અને ક્રોએશિયા વર્લ્ડ કપ જીતવાથી દૂર રહી ગયું.

harbhajan e1531728562984 ભજ્જીની ગૂગલી: 50 લાખની વસ્તી વાળો દેશ રમે છે ફાઇનલ અને આપણે રમીએ છીએ હિન્દૂ-મુસલમાન

વર્લ્ડ કપમાં ક્રોએશિયાએ એમના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. લગભગ 50 લાખની જનસંખ્યા વાળા આ દેશે ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. કેપ્ટન લૂકા મોડરિચ આ વિશ્વ કપના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.