Not Set/ બ્રાયન લારા પણ થયા કેપ્ટન કોહલીના મુરિદ, કહ્યું, “તેઓ આ સમયમાં ક્રિકેટના છે લીડર”

બેંગલુરુ, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. કેપ્ટન કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા તેઓની પ્રશંસા કરવામાં આવી છે, ત્યારે હવે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ પણ વિરાટ કોહલીને લઇ મહત્વનું નિવેદન […]

Top Stories Trending Sports
brian lara virat kohli બ્રાયન લારા પણ થયા કેપ્ટન કોહલીના મુરિદ, કહ્યું, "તેઓ આ સમયમાં ક્રિકેટના છે લીડર"
બેંગલુરુ,
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. કેપ્ટન કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા તેઓની પ્રશંસા કરવામાં આવી છે, ત્યારે હવે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ પણ વિરાટ કોહલીને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે.
કેરેબિયન દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ જણાવ્યું હતું કે, ભારતીય કેપ્ટન કોહલી આ સમયમાં ક્રિકેટના એક લીડર છે. તેઓ આજે જે કાંઈ પણ કરી રહ્યા છે તે અસાધારણ છે.
Virat 130781 730x419 m બ્રાયન લારા પણ થયા કેપ્ટન કોહલીના મુરિદ, કહ્યું, "તેઓ આ સમયમાં ક્રિકેટના છે લીડર"
sports-Braine Lara captain Virat Kohli cricket present time leader
તેઓએ વધુમાં કહ્યું, તેઓમાં રન બનાવવાની ગતિ, ફિટનેસ નું ધ્યાન રાખવું તેમજ ઘણા અલગ અલગ પાસઓનું મહત્વ શામેલ છે. હાલના સમયમાં ક્રિકેટની રમત માટે આ નેતૃત્વકર્તાને જોવો એક સારી બાબત છે.
વિરાટ કોહલી અને સચિન તેંડુલકરની થઈ રહેલી તુલના અંગે લારાએ કહ્યું, જો તમે મારી અને સચિનની વાત કરતા હશો તો, તમે અમારા બંને અંગે ઘણું બધું સાંભળ્યું હશે તેમજ ઘણીવાર બંનેની તુલના કરવા પણ કરાઈ છે, પરંતુ અમારા માટે ક્યારેય પણ આ બાબત મહત્વપૂર્ણ રહ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગ્રીમ સ્મિથે જણાવ્યું હતું કે, “વિરાટ કોહલી સુપરસ્ટાર છે અને તેઓ ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખવા માટે અગ્રણી રહેશે”.
જગમોહન દાલમિયાએ એન્યુઅલ કોન્કલેવમાં શુક્રવારે કહ્યું, “વર્લ્ડ ક્રિકેટના સુપરસ્ટારની જરૂરત છે, પરંતુ તેનો અભાવ છે. ઈંગ્લેંડમાં એક અથવા તો ક્રિકેટર છે. મને લાગે છે કે, વિરાટ કોહલી સુપરસ્ટાર છે”.