Not Set/ લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય બાદ કેપ્ટન કોહલીએ માંની પોતાની આ ભૂલ

લંડન, ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે જ ટેસ્ટની નંબર ૧ ટીમ ભારતનો ઇનિંગ્સ અને ૧૫૯ રને પરાજય થયો છે. આ સાથે યજમાન ટીમે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ હાંસલ કરી લીધી છે. ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાર માટે પોતાની આ ભૂલ માની છે. લોર્ડ્સ ટેસ્ટમાં […]

Trending Sports
virat kohli 1 લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય બાદ કેપ્ટન કોહલીએ માંની પોતાની આ ભૂલ

લંડન,

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે જ ટેસ્ટની નંબર ૧ ટીમ ભારતનો ઇનિંગ્સ અને ૧૫૯ રને પરાજય થયો છે. આ સાથે યજમાન ટીમે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ હાંસલ કરી લીધી છે. ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાર માટે પોતાની આ ભૂલ માની છે.

લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ કોહલીએ જણાવ્યું, “અમે પરાજય માટે જ લાયક હતા“. ત્યારબાદ વિરાટ કોહલીએ માન્યું કે, પરિસ્થિતિને જોતા ટીમના અંતિમ ૧૧ ખેલાડીઓનું સિલેકશન કરવામાં મોટી ભૂલ થઇ હતી”.

બીજી ટેસ્ટ મેચમાં ટીમના પ્રદર્શનની નિરાશ થયેલા કેપ્ટન કોહલીએ કહ્યું, “તેઓએ એ પ્રકારનું પ્રદર્શન નથી કર્યું કે જેના પર ગર્વ કરવામાં આવે”.

ઈંગ્લેંડની ટીમના સખ્ત પરિશ્રમ અંગે તેઓએ જણાવ્યું, “ભારે મહેનત સાથે જ ઈંગ્લેંડની ટીમે મેચ દરમિયાન યોગ્ય નિર્ણય કર્યા અને પ્રતિબદ્ધતા બતાવી તે તેઓને વિજય તરફ લઇ ગયું છે”.

કોહલીએ વધુમાં ઉમેર્યું, “જયારે તમે રમી રહ્યા હોય ત્યારે વાસ્તવમાં સ્થિતિઓ અંગે વિચારી શકતા નથી. તમે બેસીને આ પરિસ્થિતિ અંગે પાલન કરી શકતા નથી. કેટલીક વાર બોલ તમારા ઈરાદા મુજબની દિશામાં આવતી નથી”.

હું પાંચ દિવસમાં ઇન્જરીમાંથી થઈ જઈશ રિકવર

હકીકતમાં, કેપ્ટન કોહલીએ ઈંગ્લેંડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કમરના દુઃખાવા સાથે બેટિંગ કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓએ ભરોસો વ્યક્ત કર્યો છે કે, નોટિંઘમમાં ૧૮ ઓગષ્ટથી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઇ જશે. નોધનીય છે કે, વિરાટ કોહલીએ બીજી ઇનિંગ્સમાં ૨૯ બોલમાં માત્ર ૧૭ રન બનાવ્યા હતા.

મહત્વનું છે કે, લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેંડ દ્વારા પોતાની પ્રથમ ઇનિંગ્સ ૩૯૬ રને ડિક્લેર કર્યા બાદ યજમાન ટીમે ૨૮૯ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ ભારતીય ટીમનો બીજી ઇનિંગ્સમાં પણ ધબડકો થતા માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ હતી અને ઇંગ્લેન્ડની ટીમે ઇનિંગ્સ અને ૧૫૯ રને વિજય મેળવ્યો હતો.