Not Set/ પ્રથમ મેચમાં જ ગોલ્ડન ડકનો શિકાર બન્યા “જુનિયર તેંડુલકર”

કોલંબો,  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને તેંડુલકરે પોતાના કેરિયરની પ્રથમ વિકેટ ૧૨માં બોલે જ લીધી હતી, પરંતુ સાથે સાથે આ મેચમાં અર્જુનને નિરાશાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ૧૨માં બોલે જ પ્રથમ વિકેટ લીધા બાદ અર્જુન તેંડુલકર જયારે શ્રીલંકા સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા માટે ઉતાર્યો ત્યારે તે પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં […]

Trending Sports
01 Arjun Tendulkar પ્રથમ મેચમાં જ ગોલ્ડન ડકનો શિકાર બન્યા "જુનિયર તેંડુલકર"

કોલંબો, 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને તેંડુલકરે પોતાના કેરિયરની પ્રથમ વિકેટ ૧૨માં બોલે જ લીધી હતી, પરંતુ સાથે સાથે આ મેચમાં અર્જુનને નિરાશાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

૧૨માં બોલે જ પ્રથમ વિકેટ લીધા બાદ અર્જુન તેંડુલકર જયારે શ્રીલંકા સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા માટે ઉતાર્યો ત્યારે તે પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પાછું ફરવું પડ્યું હતું.

પોતાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન પીડબલ્યુએસ દુલશાનના બોલ પર શોટ રમ્યો હતો ત્યારે તેનો કેચ પસિંદુ સૂર્યાબંડારાએ પકડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામેની મેચમાં યજમાન ટીમના બેટ્સમેન કામિલ મિશ્રાને અર્જુન તેંડુલકરે  એલબીડબલ્યુ  કરીને પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. કામિલે ૧૧ બોલમાં ૯ રન બનાવ્યા હતા ત્યારે ડાબા હાથના ઝડપી બોલરે તેણે પોતાનો શિકાર બનાવ્યો હતો.

મહત્વનું છે કે, શ્રીલંકા સામે રમાઈ રહેલી ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ભારતીય અન્ડર-૧૯ ટીમે પોતાનો શિકંજો જમાવ્યો છે. અથર્વ તાયડેના ૧૧૩ અને આયુષ બદોનીના ૧૦૭ રનના સહારે ભારતીય ટીમે બીજા દિવસ ખતમ થયા સુધી ૪૭૩ રન બનાવ્યા હતા.

જયારે શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૪ રન પર જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્જુન તેંડુલકરને માત્ર ૧ વિકેટ મળી હતી, જયારે હર્ષ ત્યાગી અને આયુષ બદોનીએ અનુક્રમે ૪ – ૪ વિકેટ ઝડપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની અન્ડર-૧૯ ટીમ શ્રીલંકાના પ્રવાસ પર બે યુથ ટેસ્ટ મેચ રમવા માટે જઈ છે, જયારે જુનિયર તેંડુલકરનો ભારત તરફથી આ પ્રથમ પ્રવાસ છે.