Not Set/ ભારતીય ટીમની પસંદગીને લઇ કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન

ડબ્લિન, વર્લ્ડની નંબર ૧ ટેસ્ટ ટીમ અને હાલમાં જ આયર્લેન્ડ સામે રમાયેલી બે ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ૧૪૩ રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો, ત્યારબાદ ભારતીય ટીમની પસંદગીને લઇ કેપ્ટન વિરાટ કોહલીએ ખાસ નિવેદન આપ્યું છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન અંગે જણાવતા કહ્યું, “તેઓ માટે હવે અંતિમ-૧૧ની […]

Sports
PTI11 23 2017 000090B ભારતીય ટીમની પસંદગીને લઇ કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન

ડબ્લિન,

વર્લ્ડની નંબર ૧ ટેસ્ટ ટીમ અને હાલમાં જ આયર્લેન્ડ સામે રમાયેલી બે ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ૧૪૩ રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો, ત્યારબાદ ભારતીય ટીમની પસંદગીને લઇ કેપ્ટન વિરાટ કોહલીએ ખાસ નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન અંગે જણાવતા કહ્યું, “તેઓ માટે હવે અંતિમ-૧૧ની પસંદગી કરવું હવે માથાના દુખાવો બની ગયો છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જયારે ભારતીય ટીમ તેના શાનદાર ફોર્મમાં છે.

આયર્લેન્ડ સામેની મેચ બાદ કોહલીએ જણાવ્યું, “અમને એ પ્રકારની રિધમ મળી ગઈ છે કે જેવી રીતે અમે ઈચ્છતા હતા. ટીમના સંતુલિત પ્રદર્શનથી ખુબ ખુશ છું. કયા ખેલાડીની પસંદગી કરવી કયાની નહિ, આ વાતને લઇ મારી મુશ્કેલી વધી ગઈ છે”.

આ અમારા માટે સારી વાત છે કે, “મેચ માટે પસંદ ન થયેલા ખેલાડીઓ પણ પોતાનું સારું પ્રદર્શન કરી રહ્યા છે”.

આયર્લેન્ડના શાનદાર જીત બાદ ભારત ઈંગ્લેંડમાં ૩ ટી-૨૦, ૩ વન-ડે મેચ અને ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ પ્રવાસને લઇ વિરાટ કોહલીએ કહ્યું, “અમારા માટે વિપક્ષી ટીમ કોણ છે મહત્વનું નથી. અમે જાણીએ છીએ કે, જયારે તેઓ મુશ્કેલીઓ ઉભી કરી શકતા હોય ત્યારે અમારી પાસે એ પ્રકારની બેટિંગ લાઈન અપ છે જે સારું પરફોર્મન્સ આપી શકે છે. સાથે સાથે અમારી પાસે બે શાનદાર સ્પિન બોલરો પણ છે. ઈંગ્લેંડ સામે રમાનારી સિરીઝ ખુબ સ્પર્ધાત્મક થવાની છે”.

મહત્વનું છે કે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં  ભારતીય ટીમે  શાનદાર વિજય મેળવ્યો હતો. બીજી ટી-20 મેચમાં યજમાન ટીમ માત્ર  ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને વિરાટ બ્રિગેડે આ ફોર્મેટમાં  સૌથી વધુ ૧૪૩ રનથી જીત મેળવી હતી.