Not Set/ ફિફા વર્લ્ડકપ: પોર્ટુગલ-ઈરાન વચ્ચેનો મુકાબલો ૧-૧થી રહ્યો ડ્રો, રોનાલ્ડોની ટીમે અંતિમ-૧૬માં મારી એન્ટ્રી

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં સોમવારે પોર્ટુગલ અને ઈરાન વચ્ચે રમાયેલો મુકાબલો ૧-૧થી ડ્રો રહ્યો છે. જો કે આ મુકાબલો ડ્રો થયા બાદ પણ પોર્ટુગલની ટીમે મહાકુંભના અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો છે. આ મેચ પહેલા સ્ટાર પ્લેયર રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને વર્લ્ડકપના નોક આઉટ મુકાબલામાં એન્ટ્રી મારવા માટે ડ્રોની જરૂરત હતી, ત્યારે આ મેચ જીતીને […]

Trending Sports
ફિફા વર્લ્ડકપ: પોર્ટુગલ-ઈરાન વચ્ચેનો મુકાબલો ૧-૧થી રહ્યો ડ્રો, રોનાલ્ડોની ટીમે અંતિમ-૧૬માં મારી એન્ટ્રી

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં સોમવારે પોર્ટુગલ અને ઈરાન વચ્ચે રમાયેલો મુકાબલો ૧-૧થી ડ્રો રહ્યો છે. જો કે આ મુકાબલો ડ્રો થયા બાદ પણ પોર્ટુગલની ટીમે મહાકુંભના અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો છે.

આ મેચ પહેલા સ્ટાર પ્લેયર રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને વર્લ્ડકપના નોક આઉટ મુકાબલામાં એન્ટ્રી મારવા માટે ડ્રોની જરૂરત હતી, ત્યારે આ મેચ જીતીને પોર્ટુગલે ગ્રુપ-Bમાં સ્પેન પછી પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પ્રી-ક્વાટર ફાઈનલમાં પોર્ટુગલનો મુકાબલો ઉરુગ્વેની ટીમ સામે થશે.

પોર્ટુગલ માટે ક્યુરેશમાએ કર્યો કમાલ 

ફિફા વર્લ્ડકપ: પોર્ટુગલ-ઈરાન વચ્ચેનો મુકાબલો ૧-૧થી રહ્યો ડ્રો, રોનાલ્ડોની ટીમે અંતિમ-૧૬માં મારી એન્ટ્રી

આ મેચના શરૂઆતના પ્રારંભિક ૩૦ મિનિટમાં ઈરાનની ટીમે શાનદાર ખેલ દાખવ્યો હતો, વિરોધી ટીમ પર ભારે પડતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઈરાનને ગોલ કરવાનો મૌકો પણ મળ્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા.

જો કે ત્યારબાદ પ્રથમ હાફની અંતિમ મિનિટ પોર્ટુગલની ટીમ માટે ખુશીઓ લઈને આવી હતી. વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રિકાર્ડો ક્યુરેશમાએ એડ્રિયન સિલ્વા તરફથી મળેલા પાસને ચતુરાઈ પૂર્વક ગોલમાં પ્રવર્તિત કરતા પોતાની ટીમને ૧-૦ની લીડ અપાવી હતી.  

સ્ટાર પ્લેયર રોનાલ્ડોને બતાવવામાં આવ્યું યલ્લો કાર્ડ

આ મુકાબલાની અંતિમ મિનિટોમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી હતી, જો કે આ દરમિયાન ઈરાનના પૌંરાલિગાંજીને મેચમાં પાડવાના કારણે રોનાલ્ડોને યલ્લો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.

ઈરાનના ખેલાડી કરીમે ટીમને કરાવી બરાબરી

ફિફા વર્લ્ડકપ: પોર્ટુગલ-ઈરાન વચ્ચેનો મુકાબલો ૧-૧થી રહ્યો ડ્રો, રોનાલ્ડોની ટીમે અંતિમ-૧૬માં મારી એન્ટ્રી

જો કે આ મેચની અંતિમ મિનિટોમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી ત્યારે ગણતરીની મિનિટો પહેલા રેફરીએ ઈરાનને પેનલ્ટી આપી હતી , આ પેનલ્ટી પર કરીમ અંસારીફાર્ડે એક ગોલ કરતા ઈરાનને ૧-૧થી બરાબરી કરાવી હતી.

ફિફા વર્લ્ડકપ: પોર્ટુગલ-ઈરાન વચ્ચેનો મુકાબલો ૧-૧થી રહ્યો ડ્રો, રોનાલ્ડોની ટીમે અંતિમ-૧૬માં મારી એન્ટ્રી

અ સ્કોર મેચની અંતિમ મિનિટ સુધી યથાવત રહ્યો હતો, મુકાબલો ડ્રો રહ્યો હતો. આ ડ્રો મેચની સાથે જ ઈરાનની ટીમનું પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશવાનું સપનું સમાપ્ત થઇ ગયું હતું, જયારે પોર્ટુગલની ટીમ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી હતી.