Not Set/ ફિફા વર્લ્ડકપ : સ્વિઝરલેન્ડે સર્બિયાને 2-1થી હરાવ્યું, રાઉન્ડ ઓફમાં આશા જીવંત

કાલિનઈનગ્રાદ, ૯૦મી મિનિટમાં કરવામાં આવેલ જેદરાન શકીરીના ગોલે સ્વિઝરલેન્ડને સર્બિયા અપાવી 2-1થી જીત અપાવી છે. કાલિનઇનગ્રાદમાં રમાયેલ ફીફા વિશ્વકપ ગ્રુપ-ઈના મુકાબલામાં સ્વિઝરલેન્ડે જીત મેળવીને રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. સ્વિસ ખેલાડી જેદરાન શકીરીએ પોતાની હાફમાં જ સર્બિયાના એક ખેલાડીના પાસને લપકી અને બોલ લઈને આગળ વધી ગયા હતા અને તેણે સર્બિયાના ગોલકીપર […]

Trending Sports
ફિફા વર્લ્ડકપ : સ્વિઝરલેન્ડે સર્બિયાને 2-1થી હરાવ્યું, રાઉન્ડ ઓફમાં આશા જીવંત
કાલિનઈનગ્રાદ,
૯૦મી મિનિટમાં કરવામાં આવેલ જેદરાન શકીરીના ગોલે સ્વિઝરલેન્ડને સર્બિયા અપાવી 2-1થી જીત અપાવી છે. કાલિનઇનગ્રાદમાં રમાયેલ ફીફા વિશ્વકપ ગ્રુપ-ઈના મુકાબલામાં સ્વિઝરલેન્ડે જીત મેળવીને રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે.
સ્વિસ ખેલાડી જેદરાન શકીરીએ પોતાની હાફમાં જ સર્બિયાના એક ખેલાડીના પાસને લપકી અને બોલ લઈને આગળ વધી ગયા હતા અને તેણે સર્બિયાના ગોલકીપર વ્લાદીમીર સ્તોકોવિચને ચકીત કરી દેતા બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો.
ફિફા વર્લ્ડકપ : સ્વિઝરલેન્ડે સર્બિયાને 2-1થી હરાવ્યું, રાઉન્ડ ઓફમાં આશા જીવંત
બીજી તરફ એલેક્સજેંડર મિત્રોવિચેએ સર્બિયાને શાનદાર શરુઆત અપાવી. તેણે રમતની પાંચમી જ મિનિટમાં પોતાની ટીમને સરસાઈ અપાવી દીધી હતી. દુસાન ટેડિકના પાસને તેણે હેડરના માધ્યમથી સ્વીસ ગોલકીપર યાન સમરને ચકીત કરતા બોલને નેટમાં પહોંચાડી દીધો. પ્રથમ હાફમાં સર્બિયાઈ ખેલાડીઓનો દબદબો જાવા મળ્યો પરંતુ મેચના બીજા ભાગમાં સ્વીસ ટીમ તેમના પર ભારે પડતી નજરે પડી.
ગ્રૈનિટ જાકાએ પેનલ્ટી બોક્સની બહાર રીબાઉન્ડ પર બોલ પર કાબુ મેળવીને તેને ગોલમાં પરિવર્તીત કરી દીધો. તેણે ૫૨મી મિનિટમાં ટીમ માટે ગોલ કર્યો.  સ્વીસ  જીત બાદ તેના પ્રશંસકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રુપ-ઈમાં હવે બ્રાઝિલ અને સ્વીત્ઝરલેન્ડ ચાર-ચાર પોઈન્ટ છે અને સર્બિયાના ત્રણ. પરંતુ સ્વિઝરલેન્ડે અંતિમ મુકાબલો કોસ્ટારીકા સામે છે, જે પહેલાથી જ આગામી રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગયુ છે.