Health/ શું તમને ખબર છે તમને બપોરે જમ્યા પછી ઉંઘ કેમ આવે છે ? જાણો તેના કેટલાક કારણો

આપણે જોતા હોય છે કે આપણને બપોરના સમયે જમ્યા પછી ઉંધ જલ્દી આવી જાય છે. અને આપણા શરીરમાં કમજોરી અને થાક પણ લાગવા લાગે છે. આપને ઘણી વાર એવો વિચાર પણ આવતો હોય છે

Trending Health & Fitness
Cricket Tutorials YouTube Thumbnail 53 શું તમને ખબર છે તમને બપોરે જમ્યા પછી ઉંઘ કેમ આવે છે ? જાણો તેના કેટલાક કારણો

આપણે જોતા હોય છે કે આપણને બપોરના સમયે જમ્યા પછી ઉંધ જલ્દી આવી જાય છે. અને આપણા શરીરમાં કમજોરી અને થાક પણ લાગવા લાગે છે. આપને ઘણી વાર એવો વિચાર પણ આવતો હોય છે કે બપોરે જમ્યા પછી કેમ ઉંધ આવે છે પણ એના પાછળ કેટલાક કારણો જવાબદાર છે. જે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. જો તમારો બપોરના ભોજનનો સમય વિતી ગયો હોય અને ઓફિસમાંનો સમય પુરો થવામાં કલાકોની વાર છે.તો તમને થોડી થોડી ઉંધ આવશે. આ બાબત વધારે ઓફિસ વર્ક સાથે જોડાયેલા લોકોની છે. આવો જાણીયે બપોરે જમ્યા પછી ઉંધ આવવી કે કમજોરી લાગવી તેના પાછળના કેટલાક કારણો.

1 પેટ ભરીને ન ખાવો
ડૉ. ક્રિસ્ટોફર રોડ્સે તેમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે ‘ આપણને જ્યારે મોકો મળે ત્યારે આપણે કોઇ ને કોઇ વસ્તુ વારંવાર ખાતા હોય છે. આ કરવાથી તમને ઉંધ આવી જતી હોય છે. અને તમારૂ બલ્ડ સુગર પણ વધી જતુ હોય છે. નાસ્તો કરવાથી આપણી ભુખ સંતોષાતી નથી પરંતુ તેમા આપણને્ સ્વાદ આવતો હોય છે. આવી વસ્તુમાં એંગ્રેડિએંટ નાખવામાં આવે છે જે તમારી ખવાની ઇચ્છા વધારે છે. આ માટે નાની નાની વસ્તુ ખાવાથી બચો.

2 વઘુ ખાંડ વાળી વસ્તુ ખાવાથી બચો
તમારે દિવસ દરમિયાન ગ્લુકોઝને નિયંત્રીત રાખવા કોશિશ કરવી જોઇએ, ખાંડનું બીજુ રુપ ગ્લુકોઝ છે. જો તમે મીઠાઇ ખાવો તો તમારુ શરીર ગ્લુકોઝના રૂપમાં જ સંગ્રહે છે. અને પછી એનર્જી આપે છે. જો તમારુ ગ્લૂકોઝ લેવલ હાય હોય તો તમને કમજોરી અને થાક લાગી શકે છે.

3 કોફી પીવાનું બંધ કરો
ઉંઘ આવવા પર લોકો કોફી પીતા હોય છે. પણ એ ન કરવુ જોઇએ. કોફીમાં ખાંડ નાખીને પીવાથી ગ્લુકોઝ વધી જાય છે. અને તેનાથી શું થાય એ તમે આગળ વાંચી ચુક્યા છો. ખાંડની જેમ કેફીન પણ એનર્જી આપે છે. તમે કોફીની જગ્યાએ ગ્રીન ટી પી શકો છો કારણ કે તેમાં કેફીન તો હોય છે. પણ તેના સીવાય એંટી ઓક્સીડેન્ટ અને એલ-થેનાઇન જેવા અન્ય સંયોજનો પણ હોય છે.

4 પૌષ્ટિક ભોજન લો
તમે બપોરે ઓછા કાર્બોહાઇટ વાળું ભોજન બનાવો અને તેમા શાકભાજીને સામેલ કરો. કાર્બોહાઇડ્રેટથી તમને ઊર્જા મળશે અને ગ્લુકોઝ સ્પાઇક્સનું કારણ બની શકે છે. તેથી, તમારા બપોરના ભોજનને હંમેશા પૌષ્ટિક બનાવો જેમાં તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. તેથી, પ્રોટીન, ચરબી, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો સંતુલિત આહાર લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ધસારો…

આ પણ વાંચો:પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

આ પણ વાંચો:ગરમીથી લોકો ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું